Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

જામનગર રોડ સ્લમ કવાર્ટરના આકાશ ગડિયલને પેડક રોડ પર લઇ જઇ ધોલધપાટ

રાત્રીના સસરા અને સાળા સહિતનાએ લાકડીથી માર માર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૫: જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં રામાપીરના મંદિર પાસે રહેતાં આકાશ ગોવિંદભાઇ ગડિયલ (ઉ.૨૭) નામના યુવાનને રાત્રીના પેડક રોડ પર તેના સસરા રાજુભાઇ હરિભાઇ વાઘેલા અને સાળા વિશાલ રાજુભાઇ તથા એક અજાણ્યાએ લાકડીથી માર મારતાં હાથ, મોઢા, શરીરે ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. આકાશે હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં જણાવ્યું હતું કે પોતે રાત્રે બે વાગ્યે ઘરે હતો ત્યારે સસરા સહિતનાએ તેને ત્યાંથી પેડક રોડ પર લઇ જઇ બાદમાં મારકુટ કરી હતી. આ અંગે પ્ર.નગર પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવવામાં આવતાં પોલીસ તેની ફરિયાદ નોંધવા પહોંચી હતી. જો કે એ પહેલા તે રજા લઇ જતો રહ્યો હોઇ પોલીસ સ્પષ્ટ વિગતો જાણી શકી નહોતી.

(3:52 pm IST)
  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST

  • અમેરિકન એરલાઇન્સે ૧૯ ઓગસ્ટ સુધી ૧૧૫ ફ્લાઇટ્સ રદ કરી : બોઇંગ ૭૩૭ મેકસને નડેલા ભયાનક અકસ્માતો સંદર્ભે ૧૯ ઓગસ્ટ સુધીમાં મેકસ ૭૩૭ વિમાનોની સમશ્યા દૂર થઈ જશે access_time 3:30 pm IST

  • રાજકોટમાં સોશ્યલ મીડિયા વોર :લાલચ આપીને ભાજપમાં જોડવા કોશિશ :પાસના કાર્યકરોને લાલચ આપીને ભાજપમાં ખેંચવા પ્રયાસ :મનોજ પનારા અને હેમાંગ પટેલના નામે પોસ્ટ વાયરલ ;જબરી ચકચાર access_time 11:22 pm IST