Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ન્યારીને ૧૪ ફુટ ભરી નર્મદાનીર બંધ કરી દેવાયા

જૂન સુધી આ ડેમમાંથી પાણી ઉપાડી શકાશેઃ કુલ ૧ મહીનો નર્મદાનીર ઠાલવવામાં આવતા ડેમમાં ૩૧૦ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ થયો

રાજકોટ તા. ૧પઃ શહેરને પાણી પુરૂ પાડતા ન્યારી-(૧) ડેમને નર્મદાનીરથી ભરી દેવાનું ગત ૧ માર્ચથી શરૂ કરાયેલ અને સતત ૧ મહિના સુધી આ ડેમમાં નર્મદાનીર ઠાલવીને ડેમને ૧૯ ફુટ ભરી દેવાયા બાદ ગઇ ૧લી એપ્રિલથી ન્યારી-૧માં નર્મદા નીર ઠાલવવાનું બંધ કરી દેવાયું છે.

આ  અંગે મ્યુ.કોર્પોરેશનના વોટર વર્કસ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગત તા.૧ માર્ચથી ન્યારી (૧) ડેમમાં નર્મદાનીર ઠાલવીને ડેમને ભરવાનું શરૂ કરાયુ હતું અને દરરોજ ૬ થી ૭ એમ.સી.એફ.ટી. નર્મદાનીર ઠાલવી ૧ લી એપ્રિલ સુધીમાં ડેમની ૪૯ સપાટી ૧૯ ફુટ સુધી ભરીને આ ડેમમાં નર્મદાનીર ઠાલવવાનું બંધ કરી દીધું હતું.

નોંધનિય છે કે હાલમાં ન્યારી ડેમમાં ૩૧૦ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ થયો છ.ે અને ડેમમાંથી દરરોજ ૪પ એલ.એલ.ડી. પાણી આ ડેમમાંથી ઉપાડીને તેનુ વિતરણ કરવામાં આવે છે એ હીસાબે ન્યારી ડેમનું પાણી જુન મહીના સુધી ચાલશે તેમ સૂત્રોએ જણાવ્યુ઼ હતું.(૬.૨૩)

(3:47 pm IST)