Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

આજે સાંજે મતદાર જાગૃતિ અભિયાન માટે રાજકોટના પત્રકારો માટે સીટી રાઇડ

રાજકોટ, તા.૧પઃ આગામી લોકસભાની ચૂંટણીમાં ૧૦- રાજકોટ બેઠક ઉપર વધુ પ્રમાણમાં મતદાન થાય એ માટે ચલાવવામાં આવતા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત પત્રકાર મિત્રો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વાઉ બસમાં સિટી રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ, સાંજે પ વાગ્યે, કલેકટર કચેરીથી નીકળી રેસકોર્સ, ઢેબર રોડ, ૮૦ ફૂટ રોડ, ભાવનગર રોડ, પારેવડી ચોક (વિરામ-હોટેલ ફર્ન) ખાતે પરત ફરશે ત્યાં હોટેલ ફર્નમાં કલેકટર ડો.રાહુલ ગુપ્તા અને નિવાસી અધિક કલેકટર શ્રી પરિમલ પંડયાની ઉપસ્થિતિમાં પત્રકાર મિત્રો સાથે મતદાન કરવાના શપથ ગ્રહણ કરવામાં આવશે. તે બાદ હાઇ ટીમાં જોડાઇ સિટી રાઇડ પરત ફરશે.

આ કાર્યક્રમમાં જોડાવા પત્રકારમિત્રોને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(3:43 pm IST)
  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST

  • ઇલેક્શન કમિશને તામિલનાડુની વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરી હોવાનું જણાવ્યું છે. access_time 10:55 pm IST

  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST