Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

મવડી ઓવરબ્રિજનુ જનતા લોકાર્પણઃ ભાજપ-કોંગ્રેસે ફોટો પડાવી જશ લીધો

કોંગ્રેસનાં વિજય વાંક-પ્રભાત ડાંગરે અલગથી લોકાપર્ણ કરાવ્યુ અને ભાજપ વતી મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, કમલેશભાઇ મીરાણી સહિતનાં કોર્પોરેટરો-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

મવડી બ્રિજનું જનતા લોકાર્પણઃ અહીંના ૧૫૦ ફુટ રીંગ રોડ પર મવડી ચોકડી ખાતે ૩૨ કરોડના ખર્ચે નિર્માણ થયેલ અતિ આધુનિક ફલાયઓવર બ્રિજનું ચૂંટણીની આચારસંહિતાના કારણે કોઇ ઉદ્ઘાટન સમારોહ વગર આજે સવારે ૧૦.૧૫ વાગ્યે જનતા લોકાર્પણ કરવામાં આવ્યુ હતું, તે વખતની તસ્વીરમાં બ્રિજ ઉપરથી સૌપ્રથમ વખત વાહનો પસાર થઇ રહેલા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા.૧૫: શહેરીજનો જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે તે ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ મવડી ચોકડીએ નિર્માણ થઇ રહેલ ફલાય ઓવરબ્રીજ આજે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ બ્રિજ લોકો દ્વારા ખુલ્લો મુકયા  બાદ ભાજપ-કોંગ્રેસનાં આગેવાનોએ ફોટો પડાવી જશ લીધો હતો.

આ અંગેની પ્રાપ્ત માહિતી  મુજબ લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા લાગુ હોય લોકોના ઉપયોગ માટે કોઇપણ જાતના ઉદઘાટન સમારોહ વગર આજે સવારે ૧૦:૩૦ કલાકે મવડી બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ બ્રિજનું કોંગ્રેસના આગેવાનો દ્વારા  વિસ્તારવાસીઓ ઉપસ્થિતીમાં તેમના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યુ હતુ અને લોકોને મીઠા મોં કરાવ્યા હતા. આ પ્રસંગે વોર્ડ નં.૧૨નાં કોર્પોરેટર વિજય વાંક, સંજય અજુડીયા તથા કોંગી આગેવાન પ્રભાતભાઇ ડાંગર, કનકસિંહ જાડેજા, જગદીશ સખીયા અને કપિલ વાંજા ઉપસ્થિત રહ્યા હતા.

જયારે મવડી ઓવરબ્રિજનાં જનતા લોકાપર્ણ બાદ ભાજપ વતી મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલિયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી સહિતનાં કોર્પોરેટરો- કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનિય છે કે, ૫૬૯ મી. લંબાઈના આ ઓવરબ્રિજનું કામ અંદાજે રૂ.૩૨ કરોડના ખર્ચે પૂર્ણ થશે. ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ઓમનગર ચોક થી ઉમિયા ચોક તરફ આર.કે. એમ્પાયર બિલ્ડીંગ પાસે આ બ્રિજ પૂર્ણ થાય છે. આ બ્રિજમાં પ્રત્યેક લેનની પહોળાઈ ૮.૪૦ મીટરની છે. તે મુજબની  ચાર લેનમાં આ બ્રિજ તૈયાર થઇ રહ્યો છે. આ બ્રિજમાં ૨૮ આર.સી.સી. પીઅર, ૮૪ આર.સી.સી. ગર્ડર તથા ૨૮ આર.સી.સી. ડેકસ્લેબ મુકવામાં આવેલ છે. હવે આ બ્રીજ ખુલ્લો મુકાયા બાદ મવડી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલાઇ જશે.

(3:31 pm IST)
  • " ફેક ન્યુઝ " : બોગસ વોટિંગ માટે બનાવટી આંગળીઓ વપરાઈ રહી છે : પોલીંગ બુથ ઉપર બેઠેલા અધિકારીઓએ શાહીનું નિશાન કર્યા પછી આંગળી ખેંચી જોઈ ખાતરી કરવી : સોશિઅલ મીડિયામાં ફેસબુક અને ટ્વીટર ઉપર વાઇરલ થઇ રહેલા ન્યુઝ માં દર્શાવાતો ફોટો જાપાનની ગેંગસ્ટર માટેનો છે : તેને ભારતની લોકસભાની ચૂંટણીઓ સાથે કંઈ લેવા દેવા નથી : ટાઈમ્સ ફેક્ટ ચેકનો અહેવાલ access_time 6:40 pm IST

  • સુશીલ મોદી રાહુલ પર કરશે માનહાનીનો કેસ : કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સભા ગજવતા કહ્યું હતું કે, મોદી સરનેમ વાળા તમામ ચોર તેવું વિવાદીત નિવેદન પર સુશીલ મોદી રાહુલ વિરૂદ્ધ માનહાનીનો કેસ કરશે access_time 4:01 pm IST

  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST