Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

મૂખ્યમંત્રીની સંવેદનશીલતા

લોકોને ઉદ્દઘાટનની રાહ નથી જોવડાવવી : જનતા લોકાર્પણ કરી નાંખવા વિજયભાઇ રૂપાણીએ લાગણી વ્યકત કરી

રાજકોટ,તા.૧૫: મ્યુ.કોર્પોરેશન દ્વારા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર મવડી ચોકડી પર રૂ.૩૧.૯૦ કરોડનાં ખર્ચે નિર્માણ પામેલ ફલાઇ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થયેલ હોઇ ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લોકોની સુખાકારી માટે ખુલ્લો મૂકી આપવા લાગણી વ્યકત કરેલ જેના અનુસંધાને આજ રોજ લોકો દ્વારા ફલાઇ ઓવરબ્રિજ પર આવન- જાવન શરૂ કરી ખુલ્લો મુકવામાં આવેલ છે. આ ફલાઇ ઓવરબ્રિજ શરૂ થતા ટ્રાફિકની સમસ્યા ખુબજ હળવી બનશે.

નોંધનીય છે કે, લોકોને ઉદ્ધાટનની રાહ જોવડાવ્યા વગર આ સુવિધા શરૂ કરી દેવાની મુખ્યમંત્રીની લાગણીને મેયર બીનાબેન આચાર્યએ વધાવી લઇ અને તેની અમલવારી કરાવી હતી. જેના ભાગરૂપે હવે આજે આ બ્રિજનું જનતા લોકાપર્ણ થયુ હતુ.

(3:31 pm IST)
  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST

  • રાજકોટમાં વાતાવરણ એકદમ ગોરંભાયુઃ વિજળીના જોરદાર કડાકા-ભડાકા : ભારે વરસાદને લીધે પડધરીમાં કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયા : રાજકોટના પડધરીમાં ભારે વરસાદ : કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયાઃ ભારે પવનથી એક ઝાડ પણ તૂટી ગયાનું જાણવા મળે છે : પડધરીના ખાખડાબેલા ગામે તોફાની પવન સાથે ભારે વરસાદ ચાલુ : કરા પડતા મકાનની દિવાલ ધરાશાયી : ધ્રોલના લતીપર ગામે પણ ધોધમાર વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 4:12 pm IST

  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST