Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

રાજકોટમાં ચોમાસા જેવું વાતાવરણઃ છવાયેલા વાદળો વચ્ચે સવારથી ફૂંકાતા જોરદાર પવન

સવારથી ધુળની ડમરીઓ ઉડે છેઃ ગરમીમાં ઘટાડા વચ્ચે તાપમાન ગગડયું

રાજકોટ,તા.૧૫: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી અસરથી ગરમીમાં ઘટાડો થયો છે. આકાશમાં વાદળો છવાયેલા છે. તો ઉનાળામાં ચોમાસા જેવો માહોલ બની ગયો છે. હવામાનની ખાનગી સંસ્થાઓએ આજે અને આવતીકાલે કમોસમી વરસાદની આગાહી કરી છે.

રાજકોટ શહેરમાં પણ આજે સવારથી આકાશમાં વાદળો છવાયેલા જોવા મળે છે. સાથોસાથ પવનનું જોર પણ છે. ધુપછાંવ જેવો માહોલ છે. જોરદાર ફૂંકાતા પવનના લીધે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ગરમી અને તાપથી આંશિક રાહત મળી છે. દરમિયાન છેલ્લા કેટલાક સમયથી શહેરીજનો અસહ્ય તાપથી ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. રાજયમાં ગરમીના આંકડાઓમાં પ્રથમ ત્રણમાં રાજકોટનું સ્થાન જોવા મળતુંે બપોરના સમયે રાજમાર્ગો ઉપર પણ ચહલ પહલ ઓછી જોવા મળે છે. ગઈકાલથી તાપમાનમાં ઘટાડો થયો છે. આજે સવારે ભેજનું પ્રમાણ ૫૭ ટકા નોંધાયેલ. સવારથી વાદળો છવાયેલા છે તો પવનનું જોર પણ વધુ જોવા મળે છે. ધુળની ડમરીઓ ઉડી રહી છે તો હવામાન ખાતામાં ૧૮ થી ૨૦ કિ.મી. પવનની ઝડપ નોંધાયેલ છે.

(12:09 pm IST)