Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

રાજકોટની હોસ્ટેલમાં જામજોધપુરના સતાપરની છાત્રાએ બહેનના વિયોગમાં માથાના દુઃખાવાની ટીકડી પીધી

કણસાગરા કોલેજમાં ટીવાયમાં ભણતી હીના સોંદરવાને સારવાર માટે દાખલ કરાઇ

રાજકોટ તા. ૧૫: યુનિવર્સિટી રોડ પર ગંગોત્રી પાર્કમાં આવેલી સમરસ હોસ્ટેલમાં રહેતી અને કણસાગરા કોલેજમાં ટીવાયબીકોમમાં અભ્યાસ કરતી મુળ જામજોધપુરના સતાપર ગામની હીના બાવનભાઇ સોંદરવા (ઉ.૨૧) નામની યુવતિએ હોસ્ટેલના રૂમમાં હતી ત્યારે માથાના દુઃખાવાની ટીકડીઓ પી લેતાં હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ચોકીના સ્ટાફ મારફત જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. બ્રિજરાજસિંહ અને ભગીરથસિંહે જરૂરી કાર્યવાહી કરી હીનાનું નિવેદન નોંધ્યું હતું.

હીનાએ પોલીસને જણાવ્યું હતું કે પોતે હોસ્ટેલમાં રહી કોલેજમાં અભ્યાસ કરે છે. થોડા સમય પહેલા તેની નાની બહેનનું અવસાન થયું હતું. ત્યારથી તે ગુમસુમ રહેતી હતી, તેના વિયોગને કારણે પોતે માથાના દુઃખાવાની વધુ પડતી ટીકડી પી ગઇ હતી.  હીના ત્રણ બહેન અને બે ભાઇમાં ચોથા નંબરે છે. કારણ પાછળ બહેનનો વિયોગ જ હોવાનું તેણીએ કહ્યું હતું.

(11:41 am IST)
  • ઇલેક્શન કમિશને તામિલનાડુની વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરી હોવાનું જણાવ્યું છે. access_time 10:55 pm IST

  • વિવાદી નિવેદન કરવા બદલ નવજોતસિંહ સિધ્ધુ સામે ફરિયાદ દાખલ :કટિહાર જિલ્લા વહીવટી તંત્રે સાંપ્રદાયિક ભડકાઉ ભાષણ આવવા મામલે કોંગ્રેસના નેતા નવજોતસિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી :નવજોતસિંહ સિધ્ધુએ મુસલમાનોને એકજુથ થઈને મત આપવા અપીલ કરતા વિવાદ થયો હતો access_time 1:04 am IST

  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST