Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

રાજકોટમાં કોંગ્રેસનો મોટો ફટકો:મુખ્યમંત્રી વિજયભાઈની હાજરીમાં NSUIના પ્રમુખ- ઉપપ્રમુખ સહીત 40 કાર્યકર્તા ભાજપમાં જોડાયા

યુવા સંમેલન કાર્યક્રમમાં NSUIના પ્રમુખ જયકિશન ઝાલા સહિતનાને પાણીએ ભાજપનો ખેસ ધારણ કરી પક્ષમાં આવકાર્યા

રાજકોટઃ આજે ભાજપ દ્વારા યુવા સંમેલન કાર્યક્રમ યોજાયેલ જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના યુવા સંમેલન કાર્યક્રમ રાજકોટ કોંગ્રેસના NSUIના પ્રમુખ સહિત 40 જેટલા કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

  રાજકોટમાં કોંગ્રેસને જોરદાર ફટકો પડ્યો છે. આજે રાજકોટ શહેરના NSUIના પ્રમુખ જયકિશન ઝાલા અને ભરતસિંહ ઝાલા સાથે જ ઉપપ્રમુખ કરણ લાવડિયા સહિત 40 જેટલા કાર્યકર્તાઓને મુખ્યપ્રધાન રૂપાણીએ ભાજપનો ખેસ ધારણ કરી પક્ષમાં આવકાર્યા હતા.

 

 

(6:25 pm IST)