Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

નવા કારપેટ વેરા સામે બે મહીનામાં વાંધા અરજી કરવી જરૂરી

ચેમ્બરના પ્રમુખ મંત્રી દ્વારા અપીલ

રાજકોટ તા ૧૪ : નવા કરવેરાસામે બે મહીનામાં વાંધા અરજી કરવી જરૂરી છે. આ અંગે ચેમ્બરની યાદી જણાવે છે કે તાનેતરમાં રાજકોટ મહાનગરપાલીકા દ્વારા તા. ૧-૪-૨૦૧૮ થી અમલી બને તે રીતે હૈયાત મિલ્કતવેરાની છસુલાત પધ્ધતિમાં ફેરફાર કરેલ છે. આ નવી પધ્ધતિ  રાજકોટ શહેરમાં મિલ્કત ધરાવતા વેપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલ એકમોના વિશાળ વર્ગને સ્પર્ષતી હોવાથી તા. ૧-૪-૨૦૧૮ થી અમલી બનેલી નવી મિલ્કત વેરા વસુલાત પધ્ધતિ મુજબ ભરવા પાત્ર વેરા અંગે ખરાઇ કરી લેવા અને મિલ્કત વેરાના જુના દર અને નવા દર અંગે ફેરફાર ને પાત્ર હોય તો તે અંગે વાંધા અરજી ઓન લાઇન અથવા લેખિતમાં બે માસની સમય મર્યાદામાં રાજકોટ મ્યુનિશીપલ કોર્પોરેશન કચેરીએ કરવી જરૂરી છે.તેમ ચેમ્બર પ્રમુખ શિવલાલભાઇ બારસીયા તથા માનદ્ સહમંત્રી વી.પી. વૈષ્ણવ એે અખબારી યાદીમાં જણાવ્યુ છે.

 

 

(4:08 pm IST)