Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

રાજયસભામાં મતદાન અને મતગણત્રી કેવી રીતે થાય છેઃ સરળ ભાષામાં સમજૂતી

(૧)રાજયસભાની ચૂંટણીમાં દરેક ધારાસભ્ય એક કરતાં વધારે મત આપી શકે છે.ગુજરાતમાં રાજયસભા માટે કુલ પાંચ ઉમેદવારો છે.ત્યારે દરેક ધારાસભ્ય પાંચ મત આપી શકે.પણ એ જરૂરી નથી કે પાંચ મત આપવા જ.ધારાસભ્યએ કમસે કમ એક મત આપવો ફરજિયાત છે.

(૨) મતપત્રકમાં બધા ઉમેદવારના નામ લખ્યા હોય છે.ધારાસભ્ય પોતે જેનેઙ્ગ ફર્સ્ટ પ્રેફરન્સની મત દેવા માંગતા હોય તેની સામે ૧,સેકન્ડ પ્રેફરન્સનો મત દેવા માંગતા હોય તેની સામે ૨ અને એ રીતે પ્રેફરન્સ મુજબ ૩,૪,૫..લખવાનું રહે છે.પણ જરૂરી નથી કે દરેક ઉમેદવાર માટે પ્રેફરન્સ આપવો જ.

(૩) આ પદ્ઘતિથી મતદાન પૂર્ણ થયા બાદ સહુ પ્રથમ એકડાના મત ગણવામાં આવે.વિજયી બનવા માટે જરૂરી એકડા ના મત જેને મળી જાય તે ઉમેદવાર વિજયી જાહેર થાય.પણ જયારે માત્ર એકડાના મતથી પરિણામ શકય ન હોય ત્યારે બગડા ના મત ગણતરીમાં લેવામાં આવે.

એ ગણતરી સમજવા માટે આખી ફોર્મ્યુલા સમજવી જરૂરી છે.

રાજયસભાની ચૂંટણીમાં દરેક ધારાસભ્યના એક મતને ૧૦૦ મત ગણવામાં આવે છે.

જેટલા સભ્યો મતદાન કરે એ

સંખ્યા ઉપર જ ગણતરી થાય છે.

હવે ગુજરાતમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા બાદ સંખ્યાબળ ૧૭૫નું રહી ગયું છે.એ સંજોગોમાં નીચેની ફોર્મ્યુલા મુજબ ગણતરી રહશે.

 સ્ટેપ ૧: ૧૭૫થ૧૦૦=૧૭૫૦૦

 આ ૧૭૫૦૦ના કુલ બેઠક + ૧ થી ભાગવાના રહેશે.

આપણે ૪ બેઠક માટે મતદાન છે.એટલે કે ૧૭૫૦૦ને ૪ +૧=૫ થી ભાગવાના થાય.

 ૧૭૫૦૦/ ૫ =૩૫૦૦

 સ્ટેપ ૨:૩૫૦૦ને ૧૦૦ થી ભાગો.

૩૫૦૦/૧૦૦=૩૫. થાય.

 હવે એ આંકડામાં ૧ ઉમેરો. એટલે ૩૬.થાય.આ સંજોગોમાં જે ઉમેદવારને ફર્સ્ટ પ્રેફરન્સના ૩૬મત મળે એ વિજયી બને.

ગુજરાતમાં ભાજપના ૧૦૩ ધારાસભ્યો છે.તેના પ્રથમ બે ઉમેદવારને ૩૬-૩૬મત મળી જશે.એ જ રીતે કોંગ્રેસના હવે ૬૮ ધારાસભ્યો છે.એટલે તેના પણ પ્રથમ ઉમેદવારને ૩૬મત મળી જશે અને એ ત્રણ ઉમેદવારો વિજયી જાહેર થશે.

 ઉપરની ગણતરીએ ભાજપના  ત્રીજા ઉમેદવાર માટે ફર્સ્ટ પ્રેફરન્સના ૩૧મત વધે છે.(૧૦૩-૭૨=૩૧)

તો કોંગ્રેસના બીજા ઉમેદવાર માટે ૬૮-૩૬=૩૨ મત વધે.

 પણ જો ભાજપના ત્રીજા ઉમેદવારને એન.સી.પી.નો એક અને બી.ટી.પી.ના બે મત મળે તો તેના પણ ૩૪ મત થઈ જાય.સામા પક્ષે કોંગ્રેસના ત્રીજા ઉમેદવારને અપક્ષ મેવાણીનો મત મળે તો પણ તેના પણ કુલ મત ૩૩ જ થાય.આવું ચિત્ર સર્જાયા બાદ એ બન્ને ઉમેદવારોને મળેલા બગડાના મત ઉમેરવામાં આવે.

દેખીતી રીતે જ ભાજપના પ્રથમ બે ઉમેદવારોને એકડાના ૩૬-૩૬ મત આપનારા કુલ ૭૨ ધારાસભ્યોએ બગડાના મત ભાજપના ત્રીજા ઉમેદવારને આપ્યા હોય.એ મત ટ્રાન્સફર થાય એટલે ત્રીજા ઉમેદવાર પણ વિજયી બને.આ ગણતરીએ ભાજપ રાજયસભાની ત્રણ બેઠકો મેળવી જશે. (૪૦.૨૨)

સમજણઃ

જગદીશ આચાર્ય

જાણીતા પત્રકાર, કોલમીસ્ટ, અને સોશ્યલ મીડીયા ઉપર તેમની પોસ્ટો ખુબ લોકપ્રિય બની છે, તેમના સૌજન્યથી. રાજકોટ મો. ૯૮૨૫૨ ૭૪૩૭૪

(4:18 pm IST)