Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ગુંદાવાડી મેઈન રોડ પર જલારામ ફરસાણમાં ભીષણ આગ ભભૂકી :આખી દુકાન બળીને ખાખ

કાચો માલ,ફરસાણ,ગેસનો બાટલો અને ઇલેક્ટ્રિક મીટર આગની લપેટમાં

 

રાજકોટ ;આજે રાત્રે ગુંદાવાડી મેઈન રોડ પર આવેલ જલારામ ફરસાણ નામની દુકાનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી આગ ની જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી જઈને પાણીનો મારો  ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસ ધર્યો છે

  અંગે મળતી વિગત મુજબ ગુંદાવાડી મેઈન રોડ પર આવેલ ગુંદાવાડી શેરી નંબર-6ના ખૂણે આવેલ જલારામ ફરસાણમાં ભાષણ આગ ભભૂકી ઉઠી હતી આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દુકાનમાં કાચો માલ,ફરસાણ અને ગેસનો બાટલો આગની લપેટમાં આવ્યા હતા દુકાન સંપૂર્ણ બાળીને ખાખ થઇ હતી

આગની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટાના સ્થળે પહોંચી છે અને આગને બુઝાવવા પાણીનો મારો ચલાવી રહી છે

 આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન લગાવી રહ્યાં છે

(10:24 pm IST)