Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

કોંગ્રેસ સરકારની ગરીબોને આવાસ માટેની 'ઇન્સી-ટુ' યોજનાને ભાજપે પીપીપી.માં ફેરવી બિલ્ડરોને ખટાવ્યા

કીટીપરા અને નટરાજનગર-ગોકુલનગરની ઝૂંપડપટ્ટીમાં 'ઇન્સી-ટુ' યોજનાથી ઝૂંપડાવાસીઓને ફલેટ અને ભાજપની સરકારે પીપીપીના નામે જમીનોની લ્હાણી કરીઃ અશોક ડાંગર-વશરામ સાગઠીયાનાં આક્ષેપો

રાજકોટ તા. ૧૬ :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા બે દિવસ અગાઉ સાધુ વાસવાણી રોડ ઉપર નટરાજનગર ઝૂપડપટ્ટી અને રેસકોર્ષ રોડ પરની બાવળીયાપરા ઝૂપડપટ્ટીની જમીન બિલ્ડરોને કુલ ર૬ કરોડમાં વેચવાનો નિર્ણય લઇ અને ઝૂપડાવાસીઓને મફત ફલેટ આપવાની પીપીપી આવાસ યોજના હેઠળ ૩૦૦ જેટલા ઝૂપડાવાસીઓને ફલેટની યોજના મંજૂર કરાઇ છે. ત્યારે આ નિર્ણયનાં તીખા પ્રત્યાઘાતો આપતાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કોંગ્રેસની યુ.પી.એ સરકારે ઝૂપડાવાસીઓને પાકા ફલેટ આપવા માટે ઝૂપડપટ્ઠીઓ દુર કરી તે જ સ્થળે પાકા મકાનો આપવાની રાજીવ આવાસ યોજનાં (ઇન્સી-ટુ) હેઠળ અનેક ઝૂંપડવાસીઓને પાકા મકાનો આપ્યા હતાં. પરંતુ હાલની ભાજપ સરકારે આ ઇન્સી-૩ યોજનાને પીપીપીમાં ફેરવી ઝૂંપડપટ્ટીની લગડી જેવી જમીનો બિલ્ડરોને વેંચી દેવાનાં કારસ્તાનો થઇ રહ્યા છે.

આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાની સંયુકતમાં આક્ષેપો કર્યા છ.ે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના સાશકો પોતાના મળતીયાઓને લાભ ખાટવવાનો જ પ્રયત્ન કરે છ.ે ન જાણે કેમ પી.પી.પી.યોજના ચૂંટણી સમયે જ અને સાશક પક્ષના એક જ આગેવાનને કામ આપી ભાજપે શાબિત કર્યું છે. તેઓ તેમના  મળતીયાની પ્રજા દ્વારા કહે છે.છતા રાજકોટ અને ગુજરાતની પ્રજા ભાજપને મત શામાટે આપે છે. ? તે જ સારા અને બુદ્ધિજીવી લોકોને સમજાતું નથી પરંતુ જયારથી ભાજપની સરકાર આવી ત્યારથી પી.પી.પી. યોજનામાં અમુક સુધારા કરી ફકત અમુક લોકોને જ લાભ થાય તેવી યોજનાઓ ઘડી છે.

જયારે કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે ગરીબ લોકો જયાં રહે છે. ત્યાંજ તેને મકાનો સરકારી ખર્ચે બનાવી દેવા જેથી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પાકા અને સુંદર મકાનો મળે અને તે જ યોજના અંતર્ગત રાજકોટમાં કીટીપરા-ગોકુલનગર-નટરાજનગર આ ઝુપડપટ્ટીઓમાં રાજીવ આવાસયોજના કેન્દ્રની કોંગ્રેસ સરકારે બનાવી દીધેલ હતી. પરંતુ જયારથી ભાજપની સરકર કેન્દ્રમાં અને રાજયમાં છે. ત્યારથી ફકત ગરીબોના ઝપડા હાટવી પી.પી.પી. યોજનાના નામે કરોડો રૂપિયાના કૌભાંડો કરે છે. અને પોતાના મળતિયાઓને જમીનોની લ્હાણી કરી દેશે અને ગરીબો તો નીચે રહેતા હતા તેની જગ્યાએ ૧રમાં ચડાવી દેશે અને સૂવીધાના નામે મીડુ મળે છ.ેલીફટ બંધ હોય તો રસ્તામાં જ હાર્ટએટેક આવે તેવી સ્થિતિ છ.ે

રાજકોટમાં જે જગ્યાએ અગાઉ એક ચો.મી. જમીન રૂ.ર લાખમાંં કોર્પોરેશન દ્વારા જ વહેચવામાં આવી છે તે જ વિસ્તારમાં હાલમાં પી.પી.પી. યોજના મુકી આજ જમીનના અંદાજે રૂ.૮ર કરોડ અને ૮૬ લાખ ઉપજવા જોઇએ કારણ કે, જમીન ૪,૧૪૩ ચો.મી. છે જે રૂા.૨ લાખ ભાવ છે તે જુના છે તે મુકીએ તો આ ભાવ રૂા.૮૨ કરોડ અને ૮૬ લાખ થાય, પરંતુ ભાજપના શાસકો પોતાના મળતિયાને આ જમીન ફકત ૧૩ કરોડ ૧૩ લાખમાં જ આપી દીધી જે નુકશાન છે તે રાજકોટની પ્રજાના ખિસ્સાનું જ નુકસાન છે તેવીજ રીતે સાધુવાસવાણી રોડ પર આવેલ જમીન કે જે જુદા જુદા પ્લોટોમાં વેચાઇ ગયેલ છે દાત. ૧૬૪,૪૨૬,૪૩૭,૪૫૦,૪૫૮, અને ૪૫૯ નંબરના પ્લોટો જે સાધુવાસવાણી રોડ પર આવેલ છે આ બધી જમીન ટોટલ ૧૬,૦૦૦ ચો.મી. છે અને આ જમીન માં અંદાજે ૨૫૦ ઝુંપડા અને ૨૦ જેવી દુકાનો આવેલ છે. આ રોડ ુપરનો રૂા.૭૦ થી ૮૦ હજારનો ભાવ ગણીએ તો ૧૬,૦૦૦ ચો.મી.આ.૧૨૮ કરોડ જેવી માતબર રકમ થાય.તેની જગ્યાએ કોર્પોરેશનને આ જમીનના પણ ૧૩ કરોડ અને ૧૩ લાખમાંજ બિલ્ડરોએ આપવાનું નક્કી થયું હવે તો રાજકોટની પ્રજાએ જાગવું જોઇએ.

અંતમાં બંન્ને આગેવાનોએ જણાવ્યુ છે કે વિરોધ પક્ષ તરીકે ફરજ છે લોકો આ જાણે અને પ્રજાએ પણ જાગવાની અને ભાજપને ભગાડવાની જરૂર છે આ બંને યોજનાઓમાં અંદાજે ૩૦૦ પણ ઝુંપડાઓ નથી અને આ ના બાંધકામનો ખર્ચ ગણીએ તો ટોટલ ખર્ચ લગભગ અંદાજે ૨૦ કરોડ અને કોર્પોરેશનને ૨૬ કરોડ અને ૨૬ લાખ એટલેકે ૪૬ થી ૪૭ કરોડ ટોટલ ખર્ચની સામે બિલ્ડરને ટોટલ ૨૪૪ કરોડ જેવો સીધો ફાયદો થાયછે.

લોકસભાનો ખર્ચ ફકત રાજકોટની આ બંને પીપીપી યોજના માંથી જ મળી જાય તેવું વ્યવસ્થિત ષડયંત્ર ભાજપના લોકોએ રચ્યું છે તેમ પ્રથમ નઝરે દેખાય છે અધિકારી અને પદાધિકારીઓની મીલીભગતથી રાજકોટની જનતાને ૨૪૪ કરોડ જેવો ચૂનો લાગી રહ્યો હોય તો રાજકોટની પ્રજાએ જાગૃત થવું જોઇએ તેવો આક્ષેપ અંતમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર અને વિરોધપક્ષનાનેતા વશરામભાઇ સાગઠીયાએ કર્યા છે.

(3:43 pm IST)