Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

તાલાલા કોંગ્રેસના સસ્પેન્ડ ધારાસભ્ય ભગાભાઇ બારડના અપીલ કેસમાં સ્પે. પી.પી. તરીકે એડવોકેટ ભારદ્વાજ-ગોકાણીની નિમણુંક

સુત્રાપાડાની કોર્ટે ત્રણ વર્ષની સજા કરતા ભગાભાઇ બારડે અપીલ કરી

રાજકોટ તા ૧૬ :  ગીર સોમનાથ જીલ્લાના તાલાલા (ગીર) ના કોંગ્રેસના ભુતપૂર્વ ધારાસભ્ય ભગાભાઇ બારડને ખનીજ ચોરીના કેસમાં પોણા ત્રણ વર્ષની સજા સુત્રાપાડા કોર્ટે ફટકારતા તેની સામે થયેલ અપીલના કામે સરકારના કાયદા વિભાગ દ્વારા સોૈરાષ્ટ્રના પ્રખ્ર કાયદાવિદ એવા સીનીયર ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજ તથા તુષાર ગોકાણીની સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે ેનિમણુંક કરવામાં આવેલ છે.આ કેસની પ્રાપ્ત વિગત મુજબ સને ૧૯૯૫ માં સુત્રાપાડાની ગોૈચરની જમીનમાં ભગાભાઇ ધનાભાઇ બારડ તરફથી લાઇમસ્ટોન  કાંકરીનું ખોદકામ કરવામાં આવતું હતું અને પીખોર ગામે માઇનીંગ લીજ ગોરધનભાઇ જેઠાભાઇ દેવળીયાના રોયલ્ટી પાસનો ઉપયોગ કરી, જી.એચ.સી.એલ કંપનીમાં લાઇમ સ્ટોન કાંકરી સપલાઇ કરવામાં આવતી હતી.

આરોપીઓ પીખોર ગામની લીજનો ઉપયોગ કરી સુત્રાપાડામાં આવેલ ગોૈચરની જમીનમાંથી ગેરકાયદેસર રીતે ખનીજનું  ખોદકામ કરી ૨૮૩૫૨૫ મે. ટન જેની ખનાીજ કીંમત રૂા ૨,૮૩,૫૨,૫૦૦/- ની ખનીજ ચોરી કરવામાં આવેલ, જે અંગેની ફરીયાદ રોયલ્ટી ઇન્સ્પેકટર એમ.કે. મારૂ એ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ભગાભાઇ બારડ તથા અન્યવિરૂધ્ધ આઇ.પી.સી. કલમ ૩૭૯,૪૨૦ મુજબ રજીસ્ટર કરાવેલ જે ગુનાની તપાસ સુત્રાપાડાના તત્કાલીન પી.એસ.આઇ જે.એન. પરમારે કરી તપાસના અંતે આરોપીઓ વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ, જે કેસ ચાલતા દરમ્યાન ૨૩ સાક્ષીઓની જુબાની તથા દસ્તાવેજી પુરાવા પ્રોસીકયુશન દ્વારા રજુ કરાયેલ હતા, જે ગ્રાહય રાખી મેજીસ્ટ્રેટે આરોપી ભગાભાઇ બારડને તકસીરવાન ઠેરવેલ હતા અને પોણા ત્રણ વર્ષની સજા અને રૂા ૨૫૦૦ નો દંડ કરવામાં આવેલ હતો.

સુત્રાપાડા કોર્ટ દ્વારા સજા કરાતા બારડ દ્વારા વેરાવળ સેશન્સ કોર્ટમાં અપીલ કરતા સેશન્સ કોર્ટે સજા પર સ્ટે અપાતા ત ેહુકમને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવેલ અને હાઇકોર્ટ દ્વારા તે હુકમ રદ કરી સજા સ્ટે કરવા સંદર્ભેની અરજી યોગ્ય સુનાવણી કરી પુનઃ ચલાવવા સેશન્સ કોર્ટને નિદેશ આપ્યો છે, ત્યારે કેસની  અંદર સંકળાયેલ કાનુની મુદ્દાઓની સરકાર તરફે સચોટ રજુઆત થઇ શકે તે માટે સોૈરાષ્ટ્રના ખ્યાતનામ સીનીયર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ તથા તુષાર ગોકાણીની સ્પે. પી.પી. તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે સુત્રાપાડા કોર્ટ દ્વારા સજા કરાતા ભગાભાઇ બારડને વિધાન સભાના સ્પીકર દ્વારા ડિસ કવોલીફાય કરવામાં આવતા ચુંટણી પંચ દ્વારા તાલાલા બેઠક માટે ચુંટણી જાહેર કરી દેવામાં આવેલ છે.

(3:42 pm IST)