Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

'અગન પંખ' દ્વારા સોમવારે વિદ્યાર્થી સન્માનોત્સવ

કોર્પોરેશન સંચાલિત શાળાના રમતોત્સવમાં મોખરે આવેલ તારકોને ટ્રોફી અપાશે

રાજકોટ તા. ૧૬ : ડેન્માર્કથી આવેલ યુવા બ્રહ્મતેજ ડો. રીતેશ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે 'અગન પંખ ફાઉન્ડેશન' ની સ્થાપના કરવામાં આવી છે. જે અંતર્ગત ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને સન્માનીત કરવાનો પ્રથમ કાર્યક્રમ તા. ૧૮ ના સોમવારે યોજેલ છે.

'અકિલા' ખાતે આ અંગેની વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે 'અગન ફાઉન્ડેશન' દ્વારા શહેરની કોર્પોરેશન સંચાલિત પાંચ શાળાના વિદ્યાર્થીઓને દત્તક લેવામાં આવશે અને તેમની શિક્ષણની જવાબદારી ઉપાડી લેવાશે.

દરમિયાન તાજતેરમાં શહેર કક્ષાના યોજાય ગયેલ રમત ગમત સ્પર્ધામાં કૌશલ્ય દાખવનાર છાત્રોને ટ્રોફી એનાયત કરવા આગામી તા. ૧૮ ના સોમવારે સાંજે પ થી ૭ આત્મીય યુનિ. એર હોલમાં સન્માન સમારોહ ગોઠવેલ છે.

ઓજસ્વીની ફાઉન્ડેશનના હેમલબેન મૌલેશભાઇ દવેનો પણ અગન પંખ ફાઉન્ડેશનને સહયોગ મળી રહ્યો છે.

સમારોહમાં અતિથિ વિશેષ તરીકે માતૃ મંદિર સ્કુલના નિવૃત્ત પ્રિન્સીપાલ સુરભીબેન આચાર્ય, નિવૃત્ત કલાસવન ઓફીસર જયરાજ શાહ, વિરાણી સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ કાર્તિક લાડવા, ન.પ્રા.શિ. સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, ઇજીપ્તથી આવેલ મુર્તુઝા પટેલ, અગન પંખના ટ્રસ્ટી રોહીત પંડયા ઉપસ્થિત રહેશે. તસ્વીરમાં 'અકિલા' ખાતે કાર્યક્રમની વિગતો વર્ણવતા સુરભીબેન આચાર્ય, રોહીત પંડયા, ડો. રીતેશ ભટ્ટ (મો.૯૭૭૮૧ ૫૫૫૫૫), હેમલબેન દવે (મો.૯૯૨૫૧ ૫૨૬૨૫), ભાવનાબેન ભટ્ટ, નિતાબેન પ્રેમાણી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:38 pm IST)