Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

રાજગુરૂ કોલેજમાં ટેકનીકલ સ્પર્ધા : ભાવી એન્જીનીયરોએ તકનીકી કૌશલ્ય પ્રદર્શિત કર્યુ

રાજકોટ : વિદ્યાર્થીઓમાં રહેલ કૌશલ્ય બહાર આવે અને તેઓને સર્જનાત્મક તંદુરસ્ત હરીફાઇ મળી રહે તેવા આશયથી સંજયભાઇ રાજગુરૂ એન્જીનીયરીંગ કોલેજ ખાતે એક રાષ્ટ્રીયકક્ષાની ટેકનીકલ સ્પર્ધા 'સનરેઝ ૨૦૧૯' શીર્ષકતળે યોજવામાં આવી હતી. જાણીતા શિક્ષણવિદ્દ શ્રી પાનેલીયાના મુખ્ય અતિથિ સ્થાને યોજાયેલ ટેકનીકલ સ્પર્ધામાં પ્રોજેકટ પ્રેઝન્ટેશન, પોસ્ટર પ્રેઝન્ટેશન, રોબો રેસ, રોબો વોર, એક્ષપર્ટ ટોક, કવિઝ, રંગોળી અને વિવિધ સ્પર્ધાઓ ગોઠવવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રના તજજ્ઞોએ વિદ્યાર્થીઓની ક્ષમતા ચકાસી હતી. વિદ્યાર્થીઓએ 'બી હેપી' અને 'નેશન ફસ્ટ' થીમ પર આખા કોલેજ કેમ્પસને શણગાર્યુ હતુ. મીકેનીકલ, ઇલેકટ્રીકલ, કોમ્પ્યુટર, ઇલેકટ્રોનીકસ જેવી બ્રાન્ચના વિદ્યાર્થીઓએ અભ્યાસ સમયમાં બનાવેલ વિવિધ પ્રોજેકટસ અને પોસ્ટર રજુ કર્યા હતા. હાલ ઓટોમેશનની સદી છે ત્યારે ઓટોમેટીક સીસ્ટમનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓએ બનાજેલ રોબો પ્રદર્શીત કરાયા હતા. વિવિધ રોબો વચ્ચે રેસ અને લડાઇના રોમાંચક દ્રશ્યો સર્જવામાં આવ્યા હતા. સાથો સાથ નિષ્ણાંતો તજજ્ઞોનું જ્ઞાન મળે તે હેતુથી એક્ષપર્ટ ટોક પણ રાખવામાં આવી હતી. જેમાં મોટીવેશનલ ગુરૂ કરીયર ગાઇડથી ઓળખાતા વીરબાઇમાં મહિલા કોલેજના પ્રાધ્યાપક દીપકભાઇ રાઠોડે 'ભવિષ્ય વિકાસ' પર, પ્રો. કમલેશભાઇ સાંગાણીએ 'ઉર્જા બચાવ' વિષય પર અને  બ્રિજેશ પાંડેએ પાયથન લેંગ્વેજ પર સેશન આપ્યુ હતુ. ઉપરાંત વન મીટી ગેમ્સ, ટ્રેઝર હન્ટ જેવી સ્પર્ધાઓ, કિવઝ રાખવામાં આવી હતી. સમગ્ર ઇવેન્ટ નિઃશુલ્ક હોય બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. ભાગ લેનાર દરેકને પ્રમાણપત્રો તેમજ સ્પર્ધામાં પ્રથમ, દ્વીતીય, તૃતીય આવનારને વિશેષ ઇનામો અપાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ચેરમેન ઇન્દ્રનીલભાઇ રાજગુરૂ, ટ્રસ્ટી દર્શનીલ રાજગુરૂના માર્ગદર્શન હેઠળ સંસ્થાના ડાયરેકટર પ્રો. ચિરાગ જસાણી, ડીગ્રી કોલેજના આચાર્ય ડો. નવનીત ઘેડીયા, સાયન્સ કોલેજના આચાર્ય ડો.નિમિષ વસોયા, ડીપ્લોમાં કોલેજના આચાર્ય પ્રો. રૂષિરાજ બોરીસાગર, 'સનરેઝ-૨૦૧૯' ના કન્વીનર પ્રો. મિતુલ ટાકોદ્રા, પ્રો. પ્રકાશ પરમાર, પ્રો. બ્રિજેશ વાંસદળીયા, પ્રો. કૃણાલ શેરઠીયા અને સંસ્થાના સ્ટાફ મેમ્બર તથા વિદ્યાર્થીઅ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

(3:36 pm IST)
  • ઓલ ઇન્ડિયા બાર એક્ઝામીનેશન XIII (AIBE XIII )નું પરિણામ થયું જાહેર : પરિક્ષાર્થીઓ પોતાના પેપરની પુનઃ ચકાસણી માટે 15 થી 31 માર્ચ સુધીમાં રૂ. 200 ભરીને અરજી કરી શકશે : પરિણામ http:// aibe13. allindiabarexamination. com/result. aspx વેબસાઈટ પર જોઈ શકાય છે access_time 9:50 pm IST

  • પાકિસ્તાનમાં ફુટયો 'મિર્ચી' બોંબ : મરચાનો ભાવ ૪૦૦ રૂપિયે કિલોઃ ર૪ ના કિલો ટમેટાનો ભાવ ર૦૦ રૂપિયાઃ ભારતીય નિકાસબંધીની અસર access_time 4:06 pm IST

  • બીસીસીઆઈ શહીદોના પરિવારોની વહારે :શહીદોને પરિવારની મદદ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ 20 કરોડ રૂપિયા આપશે access_time 10:36 pm IST