Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

વચગાળાના જામીન પર છુટીને ફરાર થઇ ગયેલો બળાત્કારનો આરોપી રૂખડીયાપરામાંથી ઝડપાયો

પેરોલ ફરલો સ્કવોડની ટીમે ઇમ્તિયાઝ ઉર્ફ બાડાને પકડી જેલમાં રજૂ કર્યો

રાજકોટઃ બળાત્કારના કેસમાં વચગાળાના જામીન પર છુટ્યા બાદ ફરાર થઇ ગયેલા પાકા કામના કેદી ઇમ્તિયાઝ ઉર્ફ બાડો સિદ્દીકભાઇ શેખ (ઉ.૩૫-રહે. રૂખડીયાપરા, રાજીવનગર મફતીયાપરા)ને પેરોલ ફરલો સ્કવોડની ટીમે  પકડી લઇ જેલમાં રજૂ કર્યો છે. રૂખડીયામાં હાજીપીરની દરગાહ પાસે રહેતાં ઇમ્તિયાઝ ઉર્ફ બાડાને  રાજકોટ જેલમાંથી તા. ૧૪/૨/૧૯ થી ૧૮/૨ સુધીના વચગાળાના જામીન મળ્યા હતાં. પરંતુ મુદ્દત પુરી થયા બાદ ૧૯મીએ હાજર ન થઇ ફરાર થઇ ગયો હતો. આ શખ્સ સાંજે રૂખડીયાપરા ફાટક પાસે આંટાફેરા કરતો હોવાની બાતમી પેરોલ ફરલોના કોન્સ. જયદેવસિંહ પરમાર, જયપાલસ્િંહ ઝાલા અને કિશોરદાન ગઢવીને મળતાં પીએસઆઇ બી. કે. ખાચર, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ જાડેજા, બકુલભાઇ વાઘેલા, મધુકાંત સોલંકી, કોન્સ. મયુરસિંહ ઝાલા, ધીરેનભાઇ ગઢવી, મહમદઅઝહરૂદ્દીન, જગદીશ ગઢવી, ચંદ્રકાંતભાઇ ગોંડલીયા સહિતે પકડી લીધો હતો. વચગાળાના જામીન પર છુટ્યા બાદ ફરાર થઇ ગયેલા શખ્સોને શોધી કાઢવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાએ સુચના આપી હોઇ તે અંતર્ગત આ કામગીરી થઇ હતી. (૧૪.૬)

(4:05 pm IST)