Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

મેન્ટર

સ્વમાન ના ભોગે સન્માન?

માનવતાવાદી અમેરિકન મનોવૈજ્ઞાનિક અબ્રહમ માસ્લોએ જરૂરિયાતના સંતોષ પર આધારિત પ્રેરણ સિદ્ઘાંત રજૂ કર્યો છે. જરૂરિયાતના સંતોષને ક્રમિક રજૂ કરેલ છે. પ્રથમ શારીરિક,બીજી સલામતી ,ત્રીજું પ્રેમ અને ચોથું સામાજિક પ્રભુત્વ/સ્વીકાર પાંચમું આત્મ સાર્થકય. આ પાંચ જરૂરિયાતો માનવ જીવનની તરેહ મુજબ વિકાસ પામે છે. વ્યકિતની પ્રાથમિક મૂળભૂત જરૂરિયાતો સંતોષાયા બાદ એક પ્રોઢ અવસ્થાએ પહોચતા સામાજિક જીવનમાં પોતાની સામાજિકતાની સર્વોચ્ચ કક્ષાની ઝંખના તેમના માટે સ્વભાવિક અને માનવ સહજ સ્વભાવ માટે ઉદિપકની ભૂમિકા સારે છે. આ અવસ્થાએ માનવ પોતાનું સ્વમાન જાળવી અને સમાજમાં એક માન મરતબો હાંસલ કરવા માથે છે. આ સ્વમાન જ જયારે તેમની મૂડી હોય છે એવા ખુદાર અને ખમીર ખાનાખવારનું સ્વમાન જયારે દ્યવાય છે ત્યારે વિશ્વવાડીના માનવપુષ્પોમાં સુવાસ ફેલાવનાર આ પુષ્પોને મસળી અને નુકસાન પહોચાડતા અચકતા નથી અથવા તો સ્વયં ને આ વાડીના વાડાઓથી વિરાનગી તરફ ધકેલી ડે છે.

ભારતીય સમાજ વિકાસશીલ સમાજ છે ભારતીય અર્થતંત્ર સદ્ઘર ખરું છે પરંતુ ભારતીય સમાજની આર્થિક અસમાનતા કેટલીક સામાજિક સમસ્યાઓને નોતરે છે. એક ઉચ્ચ શ્રીમંત વર્ગ એક મધ્યમ કે નિમ્ન શ્રીમંત વર્ગને તબ હેઠળ રાખી વ્યાવસાયિક કે નોકરી દ્વારા સેવા મેળવે છે અને વ્યકિત પોતાની કાબેલીયત મુજબની આર્થિક આજીવિકા પસંદ કરી જીવનધોરણને ન્યાય આપે છે.આવા સમયે નોકરી કરનાર કે વ્યાવસાયિક વ્યકિત તેમના ઉપરી અધિકારી કે માલિકને પૂરતા સન્માન અને માન મોભા પૂર્વક આરીકિતપણુ દાખવી પોતાના કૌશલો અને મહેનત દ્વારા કાર્ય અંજામ આપે છે. ઘણી વખત વ્યકિત પોતાની કર્મભૂમિને પોતાના ઘર સમાન ગણી વ્યાવસાયિક પ્રતિબધ્યતા દાખવી નોકરીનું સ્થળ, નોકરીના સ્થળના માલિકો તેમજ પોતાની સાથેના સહકર્મચારીઓ પ્રત્યે સહદયતા પૂર્વક વર્તન કરે છે અને તેમને સન્માન કે માન આપે છે અને આજ પ્રતિષ્ઠિત ગણાતા રાજશ્રીધર્મને અનુસરનારાઓ આર્થિક કે સામાજિક ગુમાનના ગૃહિતજ્ઞા આ સન્માન આપનારની કૃતજ્ઞતાને અવખોળે અથવા નજરઅંદાજ કરી તેનું કયારેક જાહેરમાં કે કયારેક અંગત રીતે અપમાન કરે છે તેને તિરસ્કૃત કરે છે અથવા તેમની નબળાઈઓના નગમાઓ ગાય છે ત્યારે આ સન્માન આપનાર વ્યકિતનું સ્વમાન ઘવાય છે.

આવા સમાજના મધ્યમવર્ગીય અથવા રાજયાશ્રયીઓના આડંબરનો બંડનો ભોગ બનનાર આવા કૃતજ્ઞીય વ્યકિતઓ કર્મચારીઓ ને હું  સલાહ તો ન આપી શકું પરંતુ તેમના તરફની કૂણી લાગણી અભિવ્યકિત કરતાં એટલું કહેવા યાચું છું કે પોતાની કાબેલીયત  કે કૌશલના આધારે અથવા તો તમારી મહેનતનુ મહેનતાણું આપનાર અને સ્વીકારનાર જરૂરિયાતવાળા ક્ષેત્રો વ્યકિતઓ સબંધો હોય જ છે પોતાના સ્વમાનના ભોગે કોઈને એની લાયકાત વગર સન્માનવું એ નિરર્થક છે બુદ્ઘિહીન કાર્ય છે. જે સન્માનને યોગ્ય છે તેને જો વ્યાખ્યાયિત કરીએ તો સન્માનની પ્રક્રિયા પારસ્સ્પરિક છે માન આપો તો માન મેળવો કાર્ય કરો અને કૃતજ્ઞ બનો. કોઈપણ બાબત કે જેના દ્વારા એક વ્યકિત સમાજની બીજી વ્યકિતને મદદરૂપ બને છે. ત્યારે કૃતઘ્નતાને ત્યજી કૃતજ્ઞતાને સ્થાન આપશે તો દરેક સમાજનો દરેક સંબંધ સન્માનીય બની રહેશે.

જો માનવની સન્માનનીય વ્યાખ્યા આપવી હોય તો મારા માટે હું કહીશ કે જયારે કોઈ વ્યકિત તમારી પાસે પોતાની જરૂરિયાત સબબ અપેક્ષા રાખીને આવ્યો છે. એ જ સૂચવે છે કે તમે માનવ છે પ્રાણી નથી.

સમાજમાં પ્રવતતિ આ સોય દોરા જેવી સ્થિતિ માનવીય દરેક સબંધો પર અસરકર્તા છે. બોસ કે અધિકારી અને તાલિબાન ,આચાર્ય અને શિક્ષક ,માલિક અને નોકર ,મેનેજર અને કર્મચારી ધંધાકીય એકમના સંચાલક સમાન ઉચ્ચ સપાટીનો વર્ગ અને નિમ્ન સપાટીના કામદારો સામાજિક વ્યવસ્થામાં જુઓ તો દ્યરના મોભીઓ અને તેમના અનુજો,રાજકીય નેતા અને તેમના અનુયાયીઓ ,ધાર્મિક ગુરુપદ ધરી અને ટેનમાં છેલાઓ આ દરેકે દરેક સંબંધો પર આ સ્વમાન અને સ્વમાનની એક સિક્કાની બે બાજુ જેવી માનવીય જરૂરિયાતના મહત્વના પ્રેરણોની અસર થાય છે.

જે પોતાનું સ્વમાન જાળવે છે તે સન્માન મેળવે છે અને જે પોતાનું સન્માન મેળવવા માગે છે તેમણે પોતાનું અને અન્યના સ્વમાનનું રક્ષણ કરવાની સ્વાયત જવાબદારી સ્વીકારવી જ પડે છે જો સફળતા અને સામાજિકતા કે આત્મસાર્થકયતા ની સિધ્ધી મેળવવી હોય તો જીવનમાં વર્તનમાં અપેક્ષિત પરીવર્તન ને જ શિક્ષણ કહે છે. તો ચાલો આટલુ તો આનુભવિક શિક્ષણ મેળવી શિક્ષિત હોવાનો ગર્વ લઈએ કે સ્વમાન ભોગે સન્માન નહિ અને સન્માન જોડે સ્વમાન જાળવીએ .

પાર્થ ઉવાચ :-

ન દોસ્ત કા, ન દુશ્મન કા, ભૂલ કર ભી અપમાન ના કિજીયે, બસ ઈતના કાફી હૈ ઉસે  નજરો સે ગિરા દિજીયે

પાર્થ કોટેચા

મો.૯૯૦૪૪ ૦૬૬૩૩

(11:34 am IST)