Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

રાજકોટમાં પ્રદ્યુમન પોલીસ દ્વારા ઘોડીપાસાના જુગારધામમૉ દરોડોઃ પ શખ્સો ઝડપાયાઃ એક ફરારઃ મુદામાલ કબજે

રાજકોટઃ રાજકોટ શહેરના  પોલીસ કમિશ્નર  મનોજ અગ્રવાલ  તથા સંયુકત પોલીસ કમિશ્નર  સિદ્ધાર્થ ખત્રી તથા ના. પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ કમિશ્નર  પશ્ચિમ વિભાગના દિહોરા  એ પ્રોહી. જુગારના ગુન્હા શોધી કાઢવા અંગે મળેલ સૂચના મુજબ પ્ર.નગર પો.સ્ટે. પો.ઇન્સ. બી.એમ. કાતરીયા સા.ના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. ઓ.પી.સીસોદીયા તથા ડી સ્ટાફના પો.હેડ કોન્સ. દેવશીભાઇ ખાંભલા તથા અરવિંદભાઇ મકવાણા તથા અશોકભાઇ કલાલ તથા પો.કોન્સ. જયદિપભાઇ ધોળકીયા તથા હેમેન્દ્રભાઇ વાધીયા તથા મનજીભાઇ ડાંગર તથા જયેન્દ્રસિંહ પરમાર  તથા પ્રદિપસિંહ ગોહિલ તથા શકિતસિંહ ગોહિલ વિ.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા  હતા.

 તે દરમ્યાન પો.હેડ કોન્સ. અરવિંદભાઇ મકવાણા તથા પો.કોન્સ જયદિપભાઇ ધોળકીયાને મળેલ બાતમીના આધારે મકસુદ અબ્બાસભાઇ કટારીયા ઉ.વ.ર૧ (રહે. ભીલવાસ શે.નં.૩ ઇગલ પેટ્રોલપંપ પાસે) રાજકોટ , રહીમ હાસમભાઇ સૈયદ ઉ.વ. રપ, (રહે. સંજયનગર શે.નં.૧ જામનગર રોડ જકાતનાકા પાસે, રાજકોટ , યુસુફ ઉર્ફે બકરી હબીબભાઇ ગામેતી ઉ.વ. ૪ર (રહે. મોચીનગર શે.નં.ર જામનગર રોડ, ) રાજકોટ, જાહીદ મહમદભાઇ પારેખ ઉ.વ. ૩૦, (રહે. ગુજ.હા. બોર્ડ કવાર્ટર, એમઆઇજી ૧૦૩/૭પ૩ દુધની ડેરી પાસે દુધ સાગર રોડ ) રાજકોટ ,ઇમરાન હુશેનભાઇ દલવાણી ઉ.વ.રપ, (રહે. સદર, ખાટકીાસ ભીલવાસ શે.નં. ૪) રાજકોટ ,અબુ હસનભાઇ ચૌહાણ(રહે. ભીલવાસ ખાટકીવાસ રાજકોટવાળો નાસી ગયેલ છે જેઓ ઇગલ ટ્રાવેલ્સની સામેની શેરી સંદેશ પ્રેસવાળી શેરીમાં ઘોડી પાસાથી હારજીતનો જુગાર રમી ઘોડી પાસા નંગ ર કિ.રૃ. ૦૦/૦૦  તથા રોકડા રૃ. ૩૪૧૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૪ કિ. રૃ. ૧પપ૦૦ મળી કુલ રૃા. ૪૯૬૦૦ ના મુદામાલ સાથે મળી આવતા જુગારધારા ક. ૧ર મુજબનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે.

આ કામગીરી પો. ઇન્સ. બી.એમ. કાતરીયા સા. ના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પો.સબ ઇન્સ ઓ.પી.સીસોદીયા તથા  પો.હેડ કોન્સ. દેવશીભાઇ ખાંભલા, તથા અરવિંદભાઇ મકવાણા તથા  અશોકભાઇ કલાલ તથા પો.કોન્સ જયદિપભાઇ ધોળકીયા તથા  પો.કોન્સ હેમેન્દ્રભાઇ વાધીયા તથા મનજીભાઇ ડાંગર તથા જયેન્દ્રસિંહ પરમાર  તથા પ્રદિપસિંહ ગોહીલ તથા શકિતસિંહ ગોહીલ વિ. જોડાયા  હતા.

 

(11:59 pm IST)
  • ગીર સોમનાથમાં યુવાન ઉપર સિંહનો હુમલો : કોડીનારના હઠમડીયા ગામે યુવાન ઉપર સિંહે હુમલો કરી કમ્મર અને છાતીના ભાગે ઈજા પહોંચાડી access_time 6:10 pm IST

  • આજે ભાજપ ખોલશે પતાઃ પ્રથમ યાદી આવશેઃ ૧૦૦ ઉમેદવારો જાહેર થશેઃ નવી દિલ્હીઃ આજે ભાજપ સંસદીય પક્ષની બેઠક મળી રહી છેઃ ૧૦૦ જેટલા ઉમેદવારો જાહેર કરાશેઃ પ્રથમ યાદીમાં જ પીએમ મોદીનું નામ હશેઃ તેઓ વારાણસીથી ચૂંટણી લડશેઃ બિહાર માટેના નામોનું એલાન થઇ શકે છે. આ ઉપરાંત પ.યુપી, ઉત્તરાખંડ, દિલ્હી, પ.બંગાળ, ઓડીશા, મહારાષ્ટ્રના પણ કેટલાક નામો હશેઃ તેલંગણા અને આંધ્રની બધી બેઠકોના નામ જાહેર થશે કારણ કે ત્યાં ૧૧ અને ૧૮ એપ્રિલે મતદાન છે access_time 11:22 am IST

  • લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની ચોથી યાદી જાહેર :કેરળના 12,યુપીના 7,છત્તીસગઢના 5 અને અરુણાચલ પ્રદેશના 2 અને આંદામાન-નિકોબારના એક ઉમેદવાર જાહેર :શશી થરૂરને તિરૂવનંતપુરમ અને અરૂણચલ પ્રદેશના પૂર્વ સીએમ નાબા, ટૂંકીને અરુણાચલ પ્રદેશની ટિકિટ અપાઈ :કૈરાનામાં હરેન્દર મલિક,બીજનોરથી ઇન્દિરા ભાટી,મેરઠમાં ઓમપ્રકાશ શરમને અને અલીગઢની ચૌધરી વૃજેન્દ્રસિંહને ટિકિટ access_time 12:55 am IST