Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

પાણી ચોરીના ચેકીંગમાં ૧ર૬ કર્મીઓની ફોજ છતાં રોજ માત્ર ૧૦ જેટલા કિસ્સા જ પકડાય છે

છેલ્લા બે દિવસમાં ૧ હજારથી વધુ મકાનો ચેક કર્યાનો તંત્ર દાવોઃ માત્ર ૮ કેસ ઝડપાયા

રાજકોટ, તા., ૧૫: હવે ધીમે ધીમે ગરમીનો પારો ઉંચકાતા શહેરમાં પાણીની જરૂરીયાત વધુ ઉભી થઇ રહી છે. તેની સાથે જ પાણી ચોરીનાં કિસ્સા વધે છે. ત્યારે મ્યુ. કમિશ્નરે પાણી ચોરીનાં કિસ્સા ઝડપી લેવા ૧ર૬ જેટલા અધિકારીઓની ફોજ કામે લગાડી છે. પરંતુ આટલી મોટી ચેકીંગ સ્કવોડ દ્વારા દરરોજ માત્ર ૮ થી ૧૦ જેટલા જ પાણીચોરીનાં કિસ્સાઓ ઝડપવામાં આવતા અનેક વિવિધ ચર્ચાઓએ જોર પકડયું છે.

આ અંગે વોટર વર્કસ વિભાગે સતાવાર જાહેર કરેલા આંકડાઓ મુજબ ગઇકાલે તા.૧૩ અને ૧૪ એમ છેલ્લા બે દિવસમાં ૧ર૦૦ થી ૧૩૦૦ મકાનોમાં પાણીનું ચેકીંગ કર્યાનું અને તેમાંથી માત્ર ૮ થી ૧૦ જેટલા ઇલેકટ્રીક મોટર મુકીને પાણી ચોરીનાં તથા પાણીના બગાડનાં કિસ્સા ઝડપાયાનું નોંધાયું છે. આમ ૧ર૬ અધિકારીઓની ફોજ વચ્ચે દરરોજ માત્ર ૮ થી ૧૦ જેટલા જ પાણીચોરીના કેસ ઝડપાતા ખરેખર ચેકીંગ થાય છે કે કેમ? તેવા સવાલો ઉઠી રહયા છે.

(3:38 pm IST)