Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

કારની આઇ.ડી.વી.મુજબની રકમ ચુકવવા વિમા કંપની બંધાયેલ છેઃ ૯ લાખ ૭૩ હજાર ચુકવવા ગ્રાહક ફોરમનો ચુકાદો

રાજકોટ, તા.૧૬: રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નીવારણ કમીશન દ્વારા કારના ટોટલ લોસ સંબંધે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ કરવામાં આવેલ ફરીયાદના કામે ફરીયાદીને રૂ.૯,૭૩,૦૦૦/ (એંકે રૂપીયા નવ લાખ તોતેર હજાર પુરા) ચુકવવા તા.૯-૨-૨૦૨૧ના રોજ હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે ફરીયાદી ઇન્દુબેન રાજેન્દ્રભાઇ પાડલીયા રહે. ધોરાજી, જી.રાજકોટવાળાએ રાજકોટ જીલ્લા કમીશન સમક્ષ ફરીયાદ કરેલ હતી કે, ફરીયાદીએ તેમની માલીકીની ફોકસ વેગન કંપનીની જેટા કાર માટે કોન્પ્રીહેન્સીવ વિમો ઇફકો ટોકીય જનરલ ઇન્શ.કંપની લી.પાસેથી લીધેલ હતો જેની અમલ તારીખ ૧૭-૭-૨૦૧૭થી તા.૧૬-૭-૨૦૧૮ સુધીની છે ગત તા.૨૮-૨-૨૦૧૮ના રોજ સદરહું મોટર કાર ફરીયાદીની પુત્રી તથા તેમના પુત્ર રાજકોટથી અમદાવાદ જતા હતા ત્યારે અમદાવાદ લીંમડી નેશનલ હાઇવે રોડ પર લીંબડી પાસે ઉભેલા ટ્રક આગળની કારે ઓવરટેક કરતા ઓચીંતો ટ્રક દેખાતા જમણી સાઇડમાંથી કાઢવા જતા પાછળથી આવતી ગાડીની સાઇડમાં અડી જતા ગાડી બેકાબુ થઇ ડીવાઇડર સાથે અથડાઇ અને ઘસાઇને પલ્ટી મરી સામેના રોડ પર જતી રહી હતી આમ અકસ્માતનો બનાવ બનેલ હતો અને આ અકસ્માતને કારણે ફરીયાદીની ફોકસ વેગન કંપનીની જેટા કાર ટોટલ લોસ થયેલ હતી જેથી ફરીયાદીએ ઇફકો ટોકીય જનરલ ઇન્શ.કંપની લી.પાસેથી વીમા પોલીસી લીધેલ હોય કંપનીમાં કલેઇમ ફોર્મ રજુ કરી કારની આઇ.ડી.વી. મુજબ રૂ.૧૦,૫૦,૦૦૦/ (અંકે રૂપીયા દસ લાખ પચાસ હજાર પુરા) ચુકવી આપવા વીમા કંપનીને જણાવેલ હતુ, ત્યારે ઇફકો ટોકીય જનરલ ઇન્શ.કંપની લી.દ્વારા ફરીયાદીને એવુ જણાવવામાં આવેલ કે તમારા કારની અગાઉની એચ.ડી.એફ.સી વીમા કંપનીની પોલીસી મુજબ તમારા કારની આઇ.ડી.વી માત્ર ૫૭૩,૫૭૬/- (અંકે રૂપીયા પાંચ લાખ તોતેર હજાર પાંચસો છોતેર પુરા) થાય છે જેથી ઇફકો ટોકીય જનરલ ઇન્શ.કંપની લી.તે મુજબની રકમ દેવા બંધાયેલ છે.

ત્યારબાદ વખતો વખત ફરીયાદીએ પત્ર

વીમા પોલીસી લીધેલ હોય કંપનીમાં કલેઇમ ફોર્મ રજુ કરી કારની આઇ.ડી.વી રૂ.૧૦,૫૦,૦૦૦/ (અંકે રૂપીયા દસ લાખ પચાસ હજાર પુરા) મુજબ નુકશાનીની રકમ ચુકવવા જણાવેલ હતુ પરંતુ વિમા કંપની દ્વારા કોઇ જ પ્રકારની રકમની ચુકવણી કરવામાં આવેલ ન હતી. જેથી ફરીયાદીએ તેમના એડવોકેટ સ્તવન મહેતા મારફત રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નીવારણ કમીશન સમક્ષ ફરીયાદ તા.૧૧-૯-૨૦૧૮ના રોજ ઇફકો ટોકીય જનરલ ઇન્શ.વીમા કંપની વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરેલ હતી.

ઇફકો ટોકીય જનરલ ઇન્શ.કંપની લી.ને નોટીસ બજી જતા તે તેમના એડવોકેટ મારફત હાજર થયેલ અને ફરીયાદ સામે વાંધા લીધેલ હતા જીલ્લા ગ્રાહક તકરાર નીવારણ કમીશન સમક્ષ બંને પક્ષો દ્વારા પુરાવાઓ રજુ કરવામાં આવેલ હતા તેમજ ફરીયાદીના એડવોકેટે સુપ્રીમ કોર્ટ તેમજ નેશનલ કમીશનના તેમની ફરીયાદને અનુરૂપ ચુકાદાઓ રજુ રાખેલ હતા.

બંને પક્ષોને વીગતવાર સાંભળી જીલ્લા ગ્રાહક કમીશનનુ કોરમ એવા નીષ્કર્ષ પર આવેલ કે વીમા કંપની ઇફકો ટોકીય જનરલ ઇન્શ.કંપની લી.એ ફરીયાદીને તેમના કારની આઇ.ડી.વી મુજબ વળતર ચુકવવા માટે બંધાયેલ છેે અને વીમા કંપનીએ રૂ.૯,૭૩,૦૦૦/ (અંકે રૂપીયા નવ લાખ તોતેર હજાર પુરા)ની રકમ કારની આઇ.ડી.વી મુજબ દાખલ તારીખથી ૬% વ્યાજ સાથે ફરીયાદીને ચુકવવા હુકમ કરેલ હતો.

આ કામમાં ફરીયાદી વતી રાજકોટના ધારાશાસ્ત્રી સ્તવન મહેતા, કૌશલ વ્યાસ, કૃષ્ણ પટેલ, સંજય ચોથાણી, બ્રિજેશ ચૌહાણ, પ્રીત ભટ્ટ, અશોક સાસકીયા તથા વિપુલ રામાણી રોકાયેલ હતા.

(3:54 pm IST)