Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

ચિક્કીના ત્રણ નમૂના નાપાસઃ ઉત્પાદન તારીખ ન હતી

મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગની ચેકીંગ ઝૂંબેશઃ ૪૦ કિલો વાસી ખોરાકનો નાશ : ચાંદની ચિક્કી, અખિલેશ બ્રાન્ડ ગોળશિંગ સાત્વિક પિનટ ચિક્કીનાં નમૂનાઓ મિસ બ્રાન્ડેડ : નોનવેજ રેસ્ટોરન્ટોમાંથી ચિક્કન-મટનનાં નમૂના લેવાયા

રાજકોટ તા. ૧પ :.. મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય શાખાએ લીધેલાં ચિક્કીનાં ત્રણ નમૂનાઓ મિસ બ્રાન્ડેડ એટલે કે પેકીંગમાં ઉત્પાદન તારીખ સહિતની વિગતો દર્શાવેલ નહી હોવાથી નાપાસ જાહેર થયા હતાં.

જે નમૂનાઓ નાપાસ જાહેર થયા છે તેમાં ચાંદની ચિક્કી (પ૦૦ ગ્રામ પેકડ), ચાંદની સીઝન સ્ટોર, જાગનાથ પ્લોટ, જાગનાથ, પોલીસ ચોકી સામે., (ર) શ્રી અખિલેશ બ્રાન્ડ ગોળશિંગ ચિક્કી (પેડક) શ્રી અખિલેશ કોલ્ડ્રીંકસ, રાધા ચેમ્બર, એસ્ટ્રોન સિનેમા ચોક, (૩) સાત્વિક પિનટ ચિક્કી (પેડક) સાત્વિક ફુડ પ્રોડકટસ રાજત્ન કોમ્પ્લેકસ, ટાગોર રોડ, વગેરેનો સમાવેશ થાય છે. તેમ આરોગ્ય અધિકારીશ્રીની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફુડ વિભાગ દ્વારા જાહેર જન આરોગ્ય હિતાર્થે તેમજ લોકોને આરોગ્યપ્રદ અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ અન્વયે નોનવેજ રેસ્ટોરટોમાંથી ચિકાન-મટનનાં નમૂનાઓ લેવાયેલ. ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટની જોગવાઇ અન્વયે નીચે દર્શાવેલ સેમ્પલ ફુડ સેફટી ઓફીસરો દ્વારા લેવામાં આવેલ હતાં. તથા પરીક્ષણ અર્થે વડોદરા ખાતે સરકારી લેબમાં મોકલાવેલ છે.જેમાં (૧) ચિકન મસાલા (પ્રિપેર્ડ, લુઝ નમૂનો ભારમલ રેસ્ટોરન્ટ એન્ડ કેટરર્સ, સદર બજાર, નૂતન પ્રેસ રોડ, (ર) ચિકન કડાઇ (પ્રિપેર્ડ, લુઝ), એ-વન કેટરર્સ, સદર બજાર, નૂતન પ્રેસ રોડ, (૩) બટર ચિકન સબ્જી (પ્રિપેર્ડ, લૂઝ), બાબજી ગ્રીલ કીચન, સદર બજાર મે. રોડ, (૪) મટન મસાલા સબ્જી (પ્રિપેર્ડ, લુઝ), હોટ એન્ડ મોર રેસ્ટોરન્ટ જવાહર રોડ, વગેરે રેસ્ટોરન્ટોમાંથી નમૂનાઓ લેવાયા હતાં.

વાસી ખોરાકનો નાસ

આ ઉપરાંત ફુડ ઇન્સ્પેકટરોની ટીમે પેડક રોડ, સૌરાષ્ટ્ર હાઇસ્કુલ રોડ, અમિન માર્ગ, છેડે, સાધુ વાસવાણી રોડ, ૧પ૦ રીંગ રોડ, રૈયા રોડ, વિસ્તારમાં આવેલ રેકડીંઓમાં ચેકીંગ રાઉન્ડ દરમ્યાન ૪ર રેંકડીમાં ચકાસણી, ૪૦ કિ. ગ્રા. બિનઆરોગ્ય ખાદ્ય ચીજનો નાશ તેમજ વેપારીઓને નોટીસો આપી હતી.

(3:20 pm IST)