Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

સીંધી યુવાનની હત્યાના ગુનામાં બે આરોપીઓની જામીન અરજી નામંજુર

આરોપીઓ વિરૂદ્ધ પ્રથમ દર્શનીય ગુનો છેઃ અદાલત

અહીંના સાધુવાસવાણી રોડ ઉપરથી વિશાલ ટેકવાણીનું અપહરણ કરી જામનગર રોડ ઉપર હડમતીયા તરફ લઇ જઇને પાઇપ વડે હુમલો કરીને હત્યા કરવાના ગુનામાં મદદગારી કરવા અંગે પકડાયેલ પારસ સંગ્રામ મુલાડીયા અને વિમલ ઉર્ફે પિન્ટો ઉર્ફે લંગડો હરેશ ઉકેડીયાએ ચાર્જશીટ બાદ જામીનપર છુટવા કરેલ અરજીને અધિક સેશન્સ જજ શ્રી વી.વી. પરમારે નકારી કાઢી હતી.

આ બનાવ અંગે રેલનગરમાં ક્રિષ્નાપાર્ક-૧માં રહેતા મરનારના પિતા રાજેશભાઇ ગેહીમલ ટેકવાણીએ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદની વિગત મુજબ મૃતક અનેઆ કેસના મુખ્ય આરોપી જાનુના ભાઇ વિપુલ સાથે ઝઘડો થયેલો જેનાં અનુસંધાને આરોપીઓએ મરનાર વિશાલનું અપહરણ કરીને હડમતીયા તરફ લઇ જઇને હત્યા કરી હતી જે બનાવમાં હાલના આરોપીઓએ મૃતકને પકડી રાખીને મદદગારી કરી હતી. આ ગુનામાં ઉપરોકત બંને આરોપીઓએ ''ચાર્જશીટ'' બાદ જામીન પર છુટવા અરજી કરી હતી. આ અરજીના વિરોધમાં સરકારી વકીલ પ્રશાંતભાઇ પટેલે રજુઆત કરેલી આરોપીઓ સામે હત્યાનો ગંભીર ગુનો છે. બનાવના આરોપીઓની પ્રથમ દર્શની સંડોવણી હોય તેઓની જામીન અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એડી. સેસ. જજ શ્રી પરમારે આરોપીઓની જામીન અરજીને રદ કરી હતી. આ કેસમાં અરજદારપક્ષે એ.પી.પી. શ્રી પ્રશાંતભાઇ પટેલ રોકાયા હતાં.(૧.૨૩)

(3:33 pm IST)