Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

પશ્ચિમ મામલતદાર ત્રાટકયા...

રેફયુજી કોલોનીના સરકારી કવાર્ટરોમાં ગેરકાયદે ઘુસી ગયેલા ત્રણને હાંકી કાઢતુ તંત્ર

સરકારી કવાર્ટરોના ગેરકાયદે કબ્જેદારો સામે કડક પગલા શરૃઃ હવે સી.એલ.એફ. કવાર્ટરમાં ચેકીંગ થશે

રાજકોટ, તા. ૧૬ :. કલેકટર તંત્ર દ્વારા સરકારી કવાર્ટરોમાં ગેરકાયદે કબ્જો કરનારાઓ સામે કડક પગલા લઈ કવાર્ટરો ખાલી કરાવવાની કાર્યવાહી અંતર્ગત આજે રેફયુજી કોલોની (જંકશન-ગાયકવાડી પાસે)માંથી ત્રણ ઘુસણખોરોને હાંકી કાઢયા હતા.

આ અંગે કલેકટર તંત્રએ સત્તાવાર જાહેર કરેલી વિગતો મુજબ રેફયુજી કોલોની સરકારી કવાર્ટરોમાં વર્ષોથી ગેરકાયદે કબ્જો જમાવીને બેઠેલા એ.જી. ઓફિસના હુસેન દલ, વિરાજ નામનો શખ્સ અને સોંદરવા અટકધારી એમ ત્રણ કબ્જેદારો પાસેથી કવાર્ટરો ખાલી કરાવાયા હતાં.

હવે આગામી દિવસોમાં જામનગર રોડ પર કલેકટર બંગલા સામે આવેલ સી.એલ.એફ. કવાર્ટરમાં કલેકટર તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરી ગેરકાયદે વસવાટ કરનારા લોકો પાસે કવાર્ટરો ખાલી કરાવાશે.

(3:29 pm IST)