Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

રાજકોટમાં ઇલેકટ્રીક બસ દોડાવવા ૩ એજન્સીઓને રસ

કોર્પોરેશન દ્વારા ૫૦ ઇલેકિટ્રક બસની ખરીદી માટેની ટેન્ડર પ્રક્રિયાની મૂદત પૂર્ણ : હવે ટેકનિકલ મૂલ્યાંકન થશેઃબંછાનિધિ પાની

રાજકોટ,તા.૧૬:  મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને શ્રેષ્ઠ પરિવહન સુવિધા માટે અને શહેરના પર્યાવરણની પણ જાળવણી થઇ શકે તેવા ઉમદા આશયથી ઙ્ગનવી ૫૦ ઇલેકિટ્રક બસની ખરીદી કરવા માટેની ટેન્ડર મંગાવવાની મૂદત ગઈકાલે તા. ૧૫ ના રોજ પૂર્ણ થઇ છે તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનરશ્રીએ વિશેષમાં ઉમેર્યું હતું કે, ફિઝિકલ ટેન્ડર રજુ કરવાની નિર્ધારિત સમયમર્યાદા ગઈકાલે પૂર્ણ થયેલ છે, અને ત્રણ એજન્સીઓએ ટેન્ડર રજુ કરી પોતાનો રસ દાખવ્યો છે, જેમાં ટાટા મોટર્સ, જે.બી.એમ. ઓટો લિ. અને ચ્રુફૂક્ક ર્વ્શ્વીઁસ્ન પ્રા. લિ. નો સમાવેશ થાય છે. આ ત્રણેય કંપનીઓના ટેન્ડરનું આજથી ટેકનિકલ કન્સલ્ટન્ટ મારફત ટેકનિકલ મૂલ્યાંકન શરૂ કરવામાં આવેલ છે. આ કામે કવાલીફાય થનાર એજન્સી પાસેથી પ્રૂફ ઓફ કન્સેપ્ટ (પી.ઓ.એફ.) અંગે ડેમો મેળવવામાં આવશે. ત્યારબાદ પ્રાઈસ બીડ ખોલવામાં આવનાર છે. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ વધુમાં કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઉપયોગમાં લેવામાં આવનાર ઇલેકિટ્રક બસ સંપૂર્ણપણે પ્રદૂષણમુકત હોય છે અને તેનાથી શહેરના પર્યાવરણની જાળવણીમાં પણ સારૂ એવું યોગદાન આપી શકાશે. સાથો સાથ નાગરિકોને પણ સ્વચ્છ, સુદ્યડ અને સુંદર બસમાં પરિવહન કરવાની સુવિધા પાપ્ત થશે.

(3:27 pm IST)