Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

૩૦ મિનિટની સૂર્ય સાધનાથી જીવન તેજોમય બનાવોઃ પૂ. ઉમાશંકરજી

પ.બંગાળના સૂર્ય ઉપાસક 'અકિલા'ની મુલાકાતેઃ રાજકોટમાં શિબિર યોજાઇઃ શારીરિક, માનસિક, ભાવનાત્મકતા નીખરી શકે છેઃ સૂર્ય-ક્રિયાથી આરોગ્યના પ્રશ્નો ઉકલેઃ વેદોમાં પણ સૂર્ય-ઉર્જાનો ઉલ્લેખ છે.

સૂર્ય સાધક પૂ. ઉમાશંકરજી સાથે જલ્પાબેન માલવી, દીપામા, જીજ્ઞાશાબેન કુલકર્ણી, ભુવનેશ્વરીબેન ઓઝા, વંદનાબેન  ત્રિવેદી વગેરે નજરે પડે છ.ે(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૬ : સૂર્યદેવ એટલે ઉર્જાના નિરંતર ધોધ વહાવતા નારાયણ...આ દેવને મિત્ર બનાવીને સખાભાવથી તેની ઉર્જા ગ્રહણ કરો તો જીવન તેજોમય બની જાય.

આ શબ્દો પૂ. ઉમાશંકરજીના છે. તેઓ પ.બંગાળના છે અને સૂર્ય સાધનામાં વ્યસ્ત રહે છે. પૂ. ઉમાશંકરજી હાલ રાજકોટના પ્રવાસે છે. અને 'અકિલા'ની મુલાકાતે પધાર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, સૂર્યનારાયણની ઉર્જા ગ્રહણ કરવા અમે વિશેષ ટેકનિક વિકસાવી છે આ ટેકનિકથી માત્ર ૩૦ મિનીટ સૂર્યઉર્જા ગ્રહણ કરો તો વિચારથી માંડીને જીવનના દરેક તબકકા તેજોમય બની જાય.

પૂ. ઉમાશંકરજી એ સૂર્યસાધનાના સાત તબકકા વિકસાવ્યા  છે. રાજકોટમાં હાલ ત્રણ લેવલ સુધીની શિબિર ચાલી રહી છે તેઓને કહ્યું હતું કે આ ઉર્જા પ્રયોગ સરળ છે અને તેની પ્રેકટીસથી વધારે સરળ, બની જાય છે દરરોજ સૂર્યઉર્જા ગ્રહણ કરવાથી જીવનમાં આમુલ પરિવર્તન શકય બને છે. બાળકોની સ્મરણશકિત, એકાગ્રતા વધે છ.ેબુદ્ધિ તેજ થાય છે. આ ઉપરાંત બિમારીઓ દુર થાય છે બિમારીથી રક્ષણ મળે છે આધ્યાત્મિક જાગૃતિ કેળવાય છે સૂર્ય ઉર્જા ક્રિયા કોઇપણ વ્યકિત કરી શકે છે. જેનાથી કંઇ નુકસાન થતું નથી. શારીરીક માનસીક ભાવનાત્મક ત્રણે ક્ષેત્રે લાભ પ્રાપ્ત થાય છ.ે

ભારતીય સંસ્કૃતિમાં સુર્ય ઉર્જાનું ઘણું મહત્વ રહેલ છે. ત્યારે સુર્યના કુદરતી પ્રકાશમાં યોગની વિવિધ પધ્ધતી અંગે દેશ-વિદેશમાં અનેક સ્થળે સફળ શિબીર કરનાર યુનિવર્સલ પીસ સેન્ટર (પ. બંગાળ) ના સનયોગી ઉમાશંકરજી દ્વારા રાજકોટ ખાતે તા. ૧પ થી ૧૭ ફેબ્રુઆરી દરમ્યાન ત્રણ દિવસની સનયોગા શિબીરનું આયોજન કરવામાં આવેલ છે. આ અંગે માહિતી આપતા તેઓ જણાવે છે કે વર્તમાન સમયમાં લોકો દ્વારા સૂર્ય ઉર્જાનો પુરતો ઉપયોગ નથી કરવામાં આવતો તેના કારણે સહજતાથી કોઇપણ રોગ દુર કરવાનો ઉપાય કુદરતી ઉર્જાના બદલે દવાથી  કરવો પડે છે. આપણી સંસ્કૃતિમાં  સૂર્ય નમસ્કાર તથા સૂર્ય સમક્ષ યોગની વિવિધ પધ્ધતીનું ખુબ જ મહત્વ રહેલું છે. સનયોગાના કારણ કેન્સર જેવા હઠીલા રોગને પણ દુર કરી શકાય છે. તો સાથોસાથ લોકો અને તેમાંય ખાસ કરીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જરૂરી મેમરી પાવરમાં લગભગ ૮૦ ટકા જેવો વધારો થાય છે. આ ઉપરાંત એકાગ્રતા વધારવી, ડીપ્રેશનમાંથી બહાર આવવું, શારીરિક બિમારીઓને દુર કરવી, સારા અને પરીણામ લક્ષી વિચારો ઉદભવવા,  આધ્યાત્મિક શકિતમાં વધારો થવો, માનસીક તણાવ દુર થવા જેવા પરીણામો આવે છે. રાજકોટ ખાતે યોજાયેલ આ ત્રિદિવસીય શીબીરના આયોજનમાં ઉમાશંકરજી સાથે દિલ્હીથી આવેલ દિપા પદ્મનાભન, જલ્પા માલવી અને જિજ્ઞાબેન કુલકર્ણી વિગેરેનો ખુબ જ સહયોગ પ્રાપ્ત થયેલ છે. આ શિબીરમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પંજાબ તથા દ. કોરીયા અને ઓસ્ટ્રેલીયાથી પણ શિબીરાર્થી આવેલ અને લગભગ ૭૦ થી વધુ લોકોએ ભાગ લીધો છે. આવતી કાલે તેનું સમાપન થનાર છે. આ અંગે વધારે વિગતો માટે જલ્પાબેન મો. ૯૮રપ૯ ૯પ૪૯પ નંબર પર  સંપર્ક થઇ શકે છે.

(3:24 pm IST)