Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

મુફતીએ સૌરાષ્ટ્રના શિષ્ય યુ.કે. સ્થિત મોૈલાના ઇકબાલ અહેમદને હાફિઝે મિલ્લત એવોર્ડ અપાયો

રાજકોટ તા.૧૬: બોલ્ટન (યુ.કે.)ની નુરૂલ ઈસ્લામ મસ્જીદના ઇમામ ફખ્રે ગુજરાત મોૈલાના ઇકબાલ અહેમદ મિસ્બાહીને તાજેતરમાં ઉતર પ્રદેશમાં આવેલ ભારતના સુન્ની મુસ્લિમોની સૌથી મોટી જૂની વિદ્યાપીઠ જામેઆ અશરફીયા અરેબિક યુનિવર્સિટી (મુબારકપુર)ના આદ્યસ્થાપક ''હુજૂર હાફિઝે મિલ્લત'' ના ઉર્ષ પ્રસંગે તેઓને ''હાફિઝે મિલ્લત એવોર્ડ''થી પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં.

મોૈલાના ઇકબાલ મિસ્બાહી વોરાસમની (મુ.ભરૂચ) ના મૂળ રહીશ છે અને તેઓએ આલિમ કોર્ષ સૌરાષ્ટ્રની જુની મુસ્લિમ વિદ્યાપીઠ મદ્રેસા એમિસ્કીનયાહ (ધોરાજી)માં પૂર્ણ કરી મુબારકપુરમાં ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ ગુજરાતમાં મઝહબી સેવાઓ આપીને વિદેશ સ્થિત થયા પછી યુ.કે.માં તેઓએ કરેલી સેવા બદલ આ એવોર્ડ તેઓને અપાયો છે.

આ પ્રસંગે વિશેષત તેઓના ઉસ્તાદ મુફતી-એ-સોૈરાષ્ટ્ર હઝરત મોૈલાના અહેમદમીંયા સાહેબ (રહે.)(ધોરાજી)ના સુપુત્ર મોૈલાના ગુલામ મુહંમદ રઝવી (ધોરાજી) તથા પરિવારના મોૈલાના ઉસ્માનગની રઝવી (રાજકોટ) અને પરિવારજનોએ મોૈલાના ઇકબાલ મિસ્બાહીને શુભેચ્છાઓ પાઠવી દૂઆઓથી નવાઝયા છે.(૧.૩)

(12:00 pm IST)