Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

મનિષા ગોસ્વામી દારૂની ૩૭ બોટલ સાથે પકડાઇઃ નિતીન ઉર્ફ મામાનું નામ ખુલ્યું

મોરબી રોડ બ્રહ્માણી પાર્કમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ હેડકોન્સ. રાજેશભાઇ બાળા, કોન્સ. વિરદેવસિંહ અને રઘુવીરસિંહ વાળાની બાતમી

રાજકોટ તા. ૧૬: મોરબી રોડ પર બ્રહ્માણી પાર્ક-૧ શેરી નં. ૪માં રહેતી મનિષા શૈલેષપરી ગોસ્વામી (ઉ.૩૯) નામની બાવાજી મહિલાના ઘરમાં દારૂની બોટલો હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી તેણીને રૂ. ૧૫૬૧૫ની ૩૭ બોટલ સાથે પકડી લીધી હતી. પુછતાછમાં તેણીએ નિતીન ઉર્ફ મામો વાળા (રહે. મોરબી રોડ શિવ વિહાર)નું નામ આપતાં તેની શોધખોળ થઇ રહી છે.

એસીપી જે.એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એચ. બી. ત્રિવેદી, હેડકોન્સ. રાજેશભાઇ બાળા, કોન્સ. વિરદેવસિંહ જાડેજા, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, ઇન્દ્રસિંહ ગોહિલ, તોરલબેન જોષી સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે રાજેશભાઇ, વિરદેવસિંહ અને રઘુભાની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો. મનિષાએ ઘરમાં કબાટ પાસે દારૂની પેટીો અને બોકસ રાખ્યા હતાં તે કબ્જે લેવાયા હતાં. વિશેષ પુછતાછમાં આ દારૂની બોટલો નિતીન ઉર્ફ મામાએ આપી હોવાનું કબુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના હેઠળ ટીમ પેટ્રોલીંગમાં નીકળી હતી ત્યારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. (૧૪.૬)

(10:28 am IST)