Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

વોકહાર્ટ-સ્ટર્લીંગને નામાંકિત ડોકટર્સનું ગુડબાયઃ સિનર્જી હોસ્પીટલમાં વેલકમ

દર્દીઓની સફળ સારવાર કરી ભારે ચાહના મેળવનાર ડો.જયેશ ડોબરીયા, ડો. મિલાપ મશરૂ, ડો.શ્રેણીક દોશી, ડો.દિનેશ ગજેરા, ડો.કિંજલ ભટ્ટ, ડો. નિલેશ માકડીયા, ડો. સત્યમ ઉધરેજા, ડો.વિશાલ પોપટાણી, ડો. માધવ ઉપાધ્યાય હવે ફુલટાઇમ સિનર્જીમાં કાર્યરત

રાજકોટ, તા., ૧૬: મેડીકલ હબ બની રહેલું રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર તરીકે ઉભરી આવ્યું છે. સૌરાષ્ટ્રભરના લોકો આરોગ્યલક્ષી સારવાર માટે રાજકોટની વાટ પકડે છે. રાજકોટમાં દર ૧પ દિવસે એક નવી હોસ્પીટલ આકાર પામે છે. ત્યારે સૌરાષ્ટ્રની ટોપ ગણાતી વોકહાર્ટ હોસ્પીટલ અને સ્ટર્લીંગ હોસ્પીટલના ૮ નામાંકીત તબીબોએ રાજીનામા આપી પોતાની માલીકીની સિનર્જી હોસ્પીટલમાં કાર્યરત થયા છે.

છેલ્લા ૧૦ વર્ષથી વોકહાર્ટ-સ્ટર્લીંંગ હોસ્પીટલમાં ફરજ બજાવતા હ્ય્દય, મગજ તેમજ મણકાના રોગના નિષ્ણાંત અને ક્રીટીકલ કેરના નિષ્ણાંત તબીબોએ હવે સૌરાષ્ટ્રના લોકો માટે સર્વશ્રેષ્ઠ તબીબી સારવાર મળે તે માટે પોતાના ડાયરેકટર પદ હેઠળ માધાપર ચોકડી નજીક અયોધ્યા ચોક ખાતે સિનર્જી સુપર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલનો પ્રારંભ થવા જઇ રહયો છે.

વોકહાર્ટ હોસ્પીટલમાં છેલ્લા એક દાયકાથી સેવા બજાવતા અને સૌરાષ્ટ્રભરના લોકો અને તબીબોમાં અનોખી પ્રતિભા ઉભી કરનાર ક્રીટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડોકટર જયેશ ડોબરીયા તેમજ ક્રીટીકલ કેર મેડીસીન અને ઇન્ટરનલ મેડીસીનના નિષ્ણાંત ડો. મિલાપ મશરૂ તેમજ દેશની ટોચની મેડીકલ કોલેજ એમ્સમાંથી ગોલ્ડ મેડલ મેળવનાર જાણીતા કાર્ડીયોલોજીસ્ટ ડો. શ્રેણીક દોશીએ ફુલટાઇમ વોકહાર્ટમાંથી રાજીનામું આપ્યું છે.

જયારે છેલ્લા ૭ વર્ષથી સ્ટર્લીંગ હોસ્પીટલ ખાતે સૌથી વધુ જટીલ ન્યુરો અને સ્પાઇન સર્જરી કરી શ્રેષ્ઠ સર્જનની કાબેલીયતતાથી ગુજરાતભરમાં નામના મેળવનાર ડો.દિનેશ ગજેરા તેમજ ભારતની શ્રેષ્ઠ મેડીકલ કોલેજ એમ્સમાંથી કાર્ડીયોવાસ્યકુલર એન્ડ થોર્યાસીસ સર્જનનો અભ્યાસક્રમ કરી છેલ્લા ૭ વર્ષથી સ્ટર્લીંગ તેમજ અન્ય હોસ્પીટલોમાં હ્ય્દયની હજારો સર્જરી કરી હ્ય્દયરોગ નિષ્ણાંત તરીકે જાણીતા ડો. માધવ ઉપાધ્યાયે સ્ટર્લીગ હોસ્પીટલમાંથી રાજીનામું આપ્યું છે.

 સ્ટર્લીંગ હોસ્પીટલમાં હ્ય્દયરોગ નિષ્ણાંત તરીકે જાણીતા ડો.કિંજલ ભટ્ટે એમ્સમાંથી એમડી અને ડીએમની કાર્ડીયોલોજીની પદવી હાંસીલ કરી કાર્ડીયોલોજીસ્ટ તરીકે યશસ્વી સેવા કરી છે.  મૂળ રાજકોટના જ એમડી, ડીએનબી કાર્ડીયોલોજીમાં ગોલ્ડ મેળવનાર અને હ્ય્દયરોગની જટીલ સારવાર ખુબ સિફતતા પુર્વક કરી નાની ઉંમરે મોટી સિધ્ધી મેળવનાર ડો.નિલેશ માકડીયા, એમડી, ડીએમમાં ગોલ્ડ મેળવનાર ડો.સત્યમ ઉધરેજાએ પણ હ્ય્દયરોગની ગંભીર સારવાર સફળતાપુર્વક કરી નાની ઉંમરે મોટી સિધ્ધી હાંસલ કરી છે.  હ્ય્દયરોગની ગંભીર બિમારી તેમજ કટોકટીની પળમાં હ્ય્દયને પુનઃ ધબકતુ કરવામાં અગ્રેસર ડો.વિશાલ પોપટાણીએ સ્ટર્લીંગ હોસ્પીટલમાંથી ફુલટાઇમ રાજીનામું આપ્યું છે.

વોકહાર્ટ હોસ્પીટલ અને સ્ટર્લીંગ હોસ્પીટલના સફળ નિવડેલા ડો.દિનેશ ગજેરા, ડો.કિંજલ ભટ્ટ, ડો. નિલેશ માકડીયા, ડો.સત્યમ ઉધરેજા, ડો.શ્રેણીક દોશી, ડો.વિશાલ પોપટાણી, ડો.માધવ ઉપાધ્યાય, ડો. જયેશ ડોબરીયા, ડો.મિલાપ મશરૂ  હવે ૮  તબીબોના ડાયરેકટરપદ વાળી ૧પ૦ ફુટ રીંગ રોડ, ગોકુલ-મથુરા એપાર્ટમેન્ટ સામે, અયોધ્યા ચોક ખાતે આવેલ સિનર્જી સુપર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલમાં સેવા બજાવશે.

(4:04 pm IST)