Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

હોમગાર્ડઝમાં સેવા આપવા બદલ નરેન્દ્રસિંહ ચૌહાણને મુખ્યમંત્રી એવોર્ડ

રાજકોટઃ રાજકોટ નાગરિક સહકારી બેંકમાં રીકવરી વિભાગમાં ફરજ બજાવતા તથા દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ, ઢોલરા પરિવારના કાર્યકર્તા નરેન્દ્રસિંહ ચૌહાણને તાજેતરમાં તેઓની સેવા- ફરજને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. દિકરાનું ઘર વૃધ્ધાશ્રમના મુકેશભાઈ દોશી, અનુપમ દોશી, નલિન તન્ના, સુનિલ વોરા, હસુભાઈ રાચ્છ તેમજ રાજકોટ શહેર હોમગાર્ડઝ યુનિટના કમાન્ડીંગ ઓફીસર જે.ડી.વ્યાસે શુભકામનાઓ પાઠવેલ છે.

(4:01 pm IST)