Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

૧૦વર્ષનો સ્વયં છાયા ''બેસ્ટ ચાઈલ્ડ એકટર''ની કેટેગરી માટે નોમીનેટ

ગુજરાતી ફિલ્મ ''ભંવર''થી કેરીયરની શરૂઆત કરનાર

રાજકોટઃ ગુજરાતી ફિચરફિલ્મ ''ભંવર''થી પોતાની ફિલ્મી કેરિયર શરુ કરનાર ૧૦વર્ષનો રાજકોટનો સ્વયં છાયા તાજેતરમાં ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડઝ- ૨૦૧૭માં પોતાની પ્રથમ ફિલ્મ ''ભંવર'' માટે ''બેસ્ટ ચાઈલ્ડ એકટર''ની કેટેગરીમાં નોમીનેટ થયેલ છે. સ્વયં છાયાની આગામી ગુજરાતી ફિચરફિલ્મ ''ઓકસીજન'' પણ એપ્રિલ- ૨૦૧૮માં રીલીઝ થવા જઈ રહેલી છે. હાલમાં પણ સ્વયં દ્વારા અભિનીત પ્રખ્યાત કોમેડી વેબસીરીઝ ''બકાની બકુલા'' પણ ઈન્ટરનેટ ઉપર ધૂમ મચાવી રહી છે.

ગુજરાતી સિનેમા અને સ્ટેજ માટે ઓસ્કાર એવોર્ડઝ જેટલું મહત્વ ધરાવતા ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડઝ- ૨૦૧૭ મુંબઈ ખાતે અગામી તા.૧૭ ફેબ્રુઆરી ૨૦૧૮ શનિવારના રોજ યોજાવા જઈ રહેલ છે. સતત ૧૭માં વર્ષે આ એવોર્ડઝ ફંકશનનું સફળ આયોજન થવા જઈ રહેલ છે. આ એવોર્ડઝની જુદી જુદી ૨૦ કેટેગરીમાં કુલ જુદી જુદી ૧૪ કેટેગરીમાં નોમીનેશન મેળવી ફિલ્મ ''ભંવર'' પણ મેદાન મારી ગયેલ છે.

સ્વયંને શુભેચ્છા આપવા પિતા નિર્મિત છાયા, એડવોકેટ (મો.૯૮૨૫૨ ૧૩૬૧૯) ઉપર સંપર્ક શકાય છે.

(3:59 pm IST)