Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

મેરેથોન દોડથી બંધ થયેલા રસ્તાઓ ૮-૩૦ વાગ્યે ખુલ્લા થશે

કિશાનપરા ચોક-૭-૩૦ વાગ્યે ખુલ્લો થઇ જશેઃ મ્યુ.કમિશનર બંછાનિધી પાનીની જાહેરાત

રાજકોટ તા. ૧૬ : મેરેથોન દોડને કારણે શહેરના અનેક રસ્તાઓ બંધ કરી દેવાતા હોવાથી રાહદારીઓ નગરજનોને મુશ્કેલી પડતી હોવાની અનેક ફરીયાદો ઉઠે છે. ત્યારે આ વખતે મોડામાં મોડા સવારે ૮-૩૦ વાગ્યે તમામ રસ્તાઓ ખુલ્લા કરી દેવાશે તેવી ખાત્રી મ્યુ.કમિશનર બંછાનીધી પાનીએ ઉચ્ચારી છે.શ્રી પાનીના જણાવ્યા મુજબ ૪ર કી.મી.અને ર૧ કી.મી.ત્થા ૧૦ કી.મી. અને પ કી.મી.ની મેરેથોન દોડમાં સ્પર્ધકો દોડી રહ્યા હોઇ આ રૂટના રસ્તાઓ બંધ કરવા પડે છ.ે પરંતુ બને ત્યાં સુધી લોકો હેરાન થાય નહી તે માટે તંત્રએ પુરો ખ્યાલ રાખ્યો છે. આથી આ વખતે જે રસ્તાઓ પરથી સ્પર્ધકો પસાર થઇ જશે તે રસ્સતાઓ તુરતજ ખોલી નાખવામાં આવશે.કિશાનપરા ચોકનો રસ્તો ૭-૩૦ વાગ્યે ખોલી નંખાશે જયારે અન્ય રસ્તાઓ પણ મોડામાં મોડા ૮-૩૦ વાગ્યે ખોલી નાખવામાં આવશે તેમ મ્યુ. કમિશનરશ્રી પાનીની યાદીમાં જણાવાયું છે.

(3:55 pm IST)