Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

યૈસ ઓશો, ઓશો વર્લ્ડ, ઓટો ટચ પ્રકાશિત ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ઉપલબ્ધ

ઓશોના સાહિત્યરૂપી દરિયામાં 'જ્ઞાનની ડુબકી' લગાવવા થઇ જાઓ તૈયારઃ નવા વર્ષના વાર્ષિક સભ્ય પદ મેળવનારને ઉપહારરૂપે મળે છે ઓશોના પ્રવચનોની ડીઝીટલ એમપી-થ્રીઃ સ્વામિ સત્યપ્રકાશજી દ્વારા છેલ્લા ૪૪ વર્ષોથી વહાવાતી 'જ્ઞાન ગંગા' અવિરતપણે ધપી રહી છે આગળ

રાજકોટ : સંમ્બુધ રહસ્ય દર્શી સદ્ગુરૂ ઓશોના અમુલ્ય પ્રવચનો સાંભળવા ખરેખર જીવનનો એક લ્હાવો છે. જેમાં વિવિધ મેગેઝીનોને માર્ગદર્શન રૂપ બનાવી અસંખ્ય સાધકોએ જીવનને સુવર્ણમયી બનાવી દીધું છે. ત્યારે ફરી ઓશોના સાહિત્યરૂપી દરિયામાં 'જ્ઞાનની ડૂબકી' લગાવવાનો સમય આવી ગયો છે.

ઓશો પ્રવચનો સાંભળી જીવન યાત્રામાં બદલાવ લાવવા માંગતા માનવીઓ માટે યૈસ ઓશો, ઓશો વર્લ્ડ, ઓશો શૂન્ય કે પાર તથા ઓશો ટચ નામના મેગેઝીનોને ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ઉપલબ્ધ કરાવી સ્વામી સત્ય પ્રકાશે છેલ્લા ૪૪ વર્ષોથી વહેવાતી જ્ઞાન ગંગા ને અવિરત પણે આગળ ધપાવી રહ્યા છે.

મેગેઝીનોના મુખ્ય કેન્દ્રબિંદુઓ

પુનાથી પ્રકાશીત થતું હિન્દી માસીક યૈસ ઓશો વિસ્મય બોધ જગાયે, જાનતેહૈ કિતના કુછ મૌજૂદ હૈ ચારો, ઓર, જીવન મે ઉત્સવ ભર લે ને કે લિયે, ફિર ભી રૂકા-રૂકા જીવન, યહ દુઃખ, યે પરેશાનિયા કયો ? જીવન સે જો ખો ગયા હૈ, ઉસે વાપસ પાયે ઔર તરો-તાજા હો જાયે, આત્મા આશ્ચર્ય સે જારી હો. સાગર કે પાસ બેઠે જૈસે કુછ નહી જાનતે, જૈસે પહલી બાર એક અજ્ઞાત લોક મે ઉતર આયે  હો, ઇસ અનંત વિસ્તાર કે પ્રતિ જાગે, જબ વિસ્મય જાગે, પથ્થરભી અર્થ લે લે તે હૈ, અપની હી બનાઇ બેડીયો મે જકડા લોહાર, રોજ મરા કે પ્રશ્ન વ ઓશો કે સમયાતીત ઉતર, ધ્યાન વિજ્ઞાની, મિટ્ટી કે દિયે, ઓશો મલ્ટીવર્સિટી, કુછ પુસ્તકે પઢ ને જૈસી, સ્વાસ્થ્ય, ચોટ પહુચેંગી પર કહના તો હોગા, આગામી ધ્યાન કાર્યક્રમ, લગન મહુરત ઝૂઠ સબ તથા વિશેષ સંપાદકીય લેખ ટાઇમર ચલ રહી હૈ.

દિલ્હીથી પ્રકાશીત હિન્દી માસીક 'ઓશો વર્લ્ડ' જીવન કો અભિયન કી તરજી ઓ, સદ્ગુરૂ કી છાયા, ઉતરો જીવન મે ડૂબો, પ્રેમ ઔર સ્વતંત્રતા, પ્રેમ ક્રાંતિ હૈ, પૂર્વ જન્મ કા સ્વપ્ન ઔર સત્ય, મહાવીર કા તર્ક-દરવેશ નૃત્ય, મન સે અતૃપ્તિ હૈ - ધ્યાન સે તૃપ્તી હૈ, કુંડલીની જાગરણ કા સત્ય, શિવ મૈત્ર, સંબોધિ સડન એન લાઇટેન મેટ, સદ્ગુરૂ કી છાંયા, સદ્ગુરૂ કા જાદુ, સન્યાસ ઔર બુધ્ધત્વમાં યોગ લક્ષ્મી વર્તમાન યુગ કી શિષ્યા, ભકિત ઔર ધ્યાન, પતિ-પત્ની કી જોડી પતિ કવી - પત્ની બહરી, સંદેશ પત્ર, મેરા પ્રિય ભારત, વિજ્ઞાન - ભૈરવ તંત્ર, બૌધ કથા, સ્વાસ્થ્ય, સમાચાર સમીક્ષા ઓશો કે ધ્યાન ઉપવન, આગામી ધ્યાન શિબિર તથા વિશેષ સંપાદકીય લેખ શિષ્યત્વ કા વસંત.

અમદાવાદથી પ્રકાશીત થતું ભારતનું પ્રથમ ઓશોનું ગુજરાતી માસીક મેગેઝીન ઓશો ટચ, યોગ અને તંત્રમાં શો ફેર છે ? તમે જેને જીવન કહો છો, તે જીવન બિલકુલ વ્યર્થ છે, સફળતા નો અર્થ શું છે ? કયારેક મને એમ લાગે છે કે મે ઘણું કર્યુ, પણ ખરેખર મે ઘણું કર્યુ છે ? જીવન ને જીવો-મૃત્યુનો ભય નહી લાગે, તમે જેને જીવન કહો છો તે સાર્થક લાગે છે ? મરૂન વસ્ત્ર, માળા અને ગુરૂ કયા સુધી સહયોગી છે ? ચરિત્ર અને વ્યકિતત્વ, વિપસ્સનાની સાધનામાં કથાર્સિસ ? ? હૃદય અને મનમાં શું ફર્ક છે ? મ્હરો જનમ-મરણ કો સાથી થાને નહી બિસર-દિન રાતિ, બે સદ્ગુરૂની એક-બીજાની નિંદા અને આલોચના શું સમજવું ? ક્રાંતિબીજ તથા સંપાદકીય વિશેષ લેખ નિવૃતિ માટેનું અગાઉથી આયોજન.

ઉપરોકત મેગેઝીનોના વાર્ષિક મેમ્બર થનારને ઓશો ના પ્રવચનોની ડીઝીટલ ઓડીયો એમ.પી.-થ્રી ભેટ આપવામાં આવશે. એડ્રેસ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર-બ્રીજ પાસે, ૪ વૈદવાડી, રાજકોટ - વિશેષ માહિતી સ્વામી સત્ય પ્રકાશ ૯૪ર૭ર  પ૪ર૭૬, તથા અશોકભાઇ રાવલ (મોરબી) મો. નં. ૮૪૬૯૭ ૬૦૯૪૭ (પ-ર)

(12:07 pm IST)