Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

રવિવારે નવરંગ નેચર ક્લબ દ્વારા 150 ફૂટ રિંગ રોડ પર ખેડૂત હાટ : સવારે 8-30 થી બપોરે 1 વાગ્યા સુધી વિવિધ ખેત ઉત્પાદનો મળશે

અમીન માર્ગના ખૂણા પર ખેડૂત હાટમાં દેશી ટમેટા,કોકોપીટ બ્લોક,સીડલીંગ ટ્રે,ગ્રો બેગ,અજમાનું મધ,વિવિધ ઝાડના ફૂલછોડ અને મગફળીની ચીકી પણ મળશે

રાજકોટ : નવરંગ નેચર ક્લબ - રાજકોટ દ્વારા દર રવિવારે રાજકોટ માં ૧૫૦ ફૂટ રિંગ રોડ અમીન માર્ગના ખૂણા પર ખેડૂત હાટ સવારે ૦૮:૩૦ થી ૦૧:૦૦ સુધી ભરાય છે.જેમાં  દેસી ટમેટાં ૧ કિલો ના ૨૫ રૂપિયા, કોકોપીટ બ્લોક, સિડલિંગ ટ્, ગ્રો બેગ , અજમા નું મધ, વિવિધ જાત ના ફૂલછોડ

, મગફળી ની ચીકી ,અને  વિવિધ ખેત ઉત્પાદનો મળશે
સોસીયલ ડિસટન્સ નું પાલન કરીએ અને માસ્ક ફરજીયાત પહેરીએ તેવી ખાસ સૂચના અપાઈ છે આ ખેડૂત હાટ અંગે વધુ વિગત માટે વી. ડી. બાલા પ્રમુખ, નવરંગ નેચર ક્લબ - રાજકોટ
(મો. ૯૪૨૭૫૬૩૮૯૮) નો સંપર્ક શાધી શકાય છે

(9:35 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો; નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,019 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,57,679 થઇ :એક્ટિવ કેસ 2,06,879 થયા: વધુ 15,011 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,93,994 થયા :વધુ 162 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,292 થયા access_time 12:56 am IST

  • સમાજવાદી પાર્ટીના કદાવર નેતા આઝમ ખાં ને ઝટકો : જોહર યુનિવર્સીટીની 70 હેકટર જમીન યુ.પી.સરકારના નામે થઇ જશે : એસ.પી.પાર્ટીના રાજમાં સેંકડો વીઘા જમીન જોહર ટ્રસ્ટને પાણીના ભાવે અપાઈ હતી : એ.ડી.એમ.કોર્ટનો ચુકાદો access_time 8:14 pm IST

  • 23 જાન્યુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે : નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 જન્મ જયંતી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે access_time 7:14 pm IST