Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

હત્યાના પ્રયાસના ગુનામાં નાસતા-ફરતા ફારૂક કટારીયાને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

ક્રાઇમ બ્રાંચની ટીમે મોરબી રોડ પરથી દબોચ્યો

રાજકોટ તા. ૧૬: મોરબી રોડ ઓરવબ્રીજ પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ હત્યાના પ્રયાસના ગુનામાં નાસતા ફરતા શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા એ.સી.પી. ડી. વી. બસીયાએ શહેરમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી. એમ. ધાખડા, હેડ કોન્સ. મયુરભાઇ પટેલ, અમીતભાઇ, વિરેન્દ્રસિંહ, નગીનભાઇ, કુલદીપસિંહ, સંજયભાઇ, પ્રદિપસિંહ જાડેજા, જયદીપસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કુલદીપસિંહ જાડેજા, અમીતભાઇ અને પ્રદિપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે મોરબી રોડ ઓવરબ્રીજ પાસેથી ફારૂક યુસુફભાઇ કટારીયા (ઉ.વ. ર૧) (રહે. મોરબી રોડ શાળા નં. ૭૭ની સામે જુનુ સીટી સ્ટેશન બારદાન ગલી પાસે) ને પકડી લીધો હતો. પકડાયેલો ફારૂક એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર હતો તે અગાઉ એ ડીવીઝનમાં હત્યાનો પ્રયાસ અને મારામારીના ગુનામાં પકડાઇ ચૂકયો છે અને એક વખત પાસામાં પણ જઇ ચૂકયો છે.

(2:54 pm IST)