Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

શ્રી સુમતિનાથ જિનાલયની કાલે ધજાના આદેશોની ઉછામણી

યુનિ. રોડ શ્વે.મુ. જૈન તપગચ્છ સંઘના સંગેમરમરના : તા. ૨૮મીના રોજ ૮મી સાલગીરા : અઢાર અભિષેક તથા ધજા ચડાવાશે : પ્રભુજીને ભવ્ય આંગી

રાજકોટ,તા.૧૫: યુનિ. રોડ શ્વે. મૂ. જૈન તપગચ્છ સંઘના સંગેમરમરના શ્રી સુમતિનાથ ભગવાનના નૂતન જિનાલયની આગામી તા. ૨૮મીના ગુરૂવારે આઠમી સાલગીરી ઉજવાશે.

શ્રી સમુતીનાથ જિનાલયની ધજાના આદેશની ઉછામણી આગામી તા. ૧૭ના રવિવારે સવારે ૧૦:૧૫ કલાકે મધુહીરા ઉપાશ્રયમાં શરૂ થશે. જેમાં રંગમંડપ, અધિષ્ઠાયક ભવન તથા દેવ-દેવીની ધજાની ઉછામણી કરવામાં આવશે.

તા. ૨૮મીના ગુરૂવારશ્રી સુમતિનાથ જિનાલયની આઠમી સાલગીરા અનેરા ઉલ્લાસ સાથે ઉજવાશે. મુળનાયક શ્રી સુમતિનાથ પ્રભુજીની કાયમી ધજાના લાભાર્થી કંચનબેન પ્રભુદાસ હિરાચંદ તુલસીભાઇ જસાણી પરિવાર, શ્રી શાંતિનાથ પ્રભુજીની ધજાના લાભાર્થી નિલમબેન જયકાંતભાઇ પ્રેમચંદભાઇ વાઘર પરિવાર તથા ઇલાબેન દિનેશભાઇ પારેખ પરિવાર છે. જ્યારે શ્રી  સુવિધિનાથ પ્રભુજીની ધજાના લાભાર્થી લત્તાબેન કાંતિલાલ મહેતા પરિવાર છે.

તા. ૨૮મીના સવારે ૧૦ વાગે અઢાર અભિષેક ત્યારબાદ બપોરે ૧૨ કલાકે ધજારોહણ થશે.

(1:01 pm IST)
  • વેક્સિન અંગે કોઇ અફવા માનશો નહીં, સંપૂર્ણ સલામત છે: તબક્કાવાર સૌને મળશે: વિજયભાઈ રૂપાણી : ગુજરાતમાં વેક્સિનેશનને લઇને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું, વેક્સિનને લઇને કોઇ જ અફવામાં આવવું નહીં, તબક્કાવાર તમામને મળશે, વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે access_time 1:47 pm IST

  • સ્પેનમાં કોરોનાની ત્રીજી લહેર : કોરોના વિસ્ફોટ :છેલ્લા ૨૪ કલાકમાં સ્પેનમાં રેકોર્ડબ્રેક :૪૦ હજારથી વધુ નવા કેસ અને બે દિવસમાં ૭૫ હજારથી વધુ કેસ નોંધાયા access_time 11:40 am IST

  • ' માનવ જબ જોર લગાતા હૈ ,પથ્થર પાની બન જાતા હૈ ' : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ટીકાકરણની શરૂઆત પ્રસંગે રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરની કવિતાની પંક્તિ ટાંકી : પ્રથમ તબક્કે 1 કરોડ હેલ્થ વર્કર ,તથા 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાશે access_time 11:08 am IST