Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

રાજકોટ યાર્ડમાં ૯૦૦ ભારી સુકા મરચાની આવકઃ મણે ર૦૦ થી ૩૦૦ રૂ. ભાવ વધ્યા

ગત વર્ષ કરતા ખેડુતોને પ૦૦ રૂ. વધારે ભાવ મળ્યાઃ ઓછા ઉત્પાદનના કારણે ભાવો વધ્યા

તસ્વીરમાં યાર્ડમાં પુષ્કળ આવકોના પગલે સુકા મરચાના ઢગલે-ઢગલા નજરે પડે છે.

રાજકોટ, તા., ૧૬: રાજકોટ (બેડી) માર્કેટ યાર્ડમાં આજે સુકા મરચાની ધીંગી ૯૦૦ ભારીની આવકો થઇ હતી અને ખેડુતોને સુકા મરચાના ભાવો ગત વર્ષ કરતા આ વર્ષે સારા મળી રહયા છે.

રાજકોટ યાર્ડમાં દિન-પ્રતીદીન સુકા મરચાની આવકો વધી રહી છે.

રાજકોટ યાર્ડમાં દિન-પ્રતિદિન સુકા મરચાની આવકો વધી રહી છે. આજે ૯૦૦ ભારી સુકા મરચાની આવકો થઇ હતી. સુકા મરચા એક મણના ભાવ ૨૨૦૦ થી ૩૨૦૦ રૂ. બોલાયા હતા. અગાઉ યાર્ડમાં ૧૦૦ થી ૩૦૦ ભારી સુકા મરચાની આવકો થતી હતી. જેમાં રોજબરોજ વધારો થઇ રહયો છે. અગાઉ સુકા મરચા એક મણના ભાવ ર૭૦૦ થી ૩૦૦૦ રૂ. હતા તે વધીને ૩૨૦૦ થી ૩૩૦૦ રૂ. થઇ ગયા છે.

વેપારી સુત્રોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે મરચીના પાકને નુકશાન થયુ હોય ઓછુ ઉત્પાદન થવાની શંકાએ સુકા મરચાના ભાવો વધી રહયા છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે સુકા મરચા એક મણે પ૦૦ થી વધારે રૂપીયા ખેડુતોને મળી રહયા છે. સુકા મરચાના ભાવો સારા મળતા ખેડુતો ખુશખુશાલ છે.

(12:59 pm IST)