Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

મોડાસાના સાયરા ગામે અપહરણ- બળાત્કારનો ભોગ બનેલી બાળાનાં પરિવારજનોને ન્યાય આપોઃ સાગઠિયા

દુષ્કર્મનો ભોગ બનેલી બાળાનાં પરિવારજનોને મળી સાંત્વના પાઠવતાં વિપક્ષી નેતાઃ બાળાનાં કુંટુબને રહેવા માટે મકાન આપવા તથા ગુન્હેગારોને સખ્ત સજા આપવા સી.આઇ.ડી ને તપાસ સોંપવા મુખ્યમંત્રીને રજુઆત કરાઇ

રાજકોટ,તા.૧૬: મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની યાદી જણાવે છે કે ગઇ તા.૧૫ના રોજ તેઓએ સાયરા ગામની દલિત દીકરીને મોડાસા થી અપહરણ કરી વારંવાર દુષ્કર્મ કરેલ અને અંતે મોતને દ્યાટ ઉતારનાર નરાધમો ના કૃત્યથી કાજલ રાઠોડ નામની દીકરીની હત્યા કરેલ તેના પિતા કાબાભાઈ ડાયાભાઈ રાઠોડ અને પીડિત પરિવારની મુલાકાત કરેલ હતી તેમજ આ સમયે હૃદય દ્રવી ઉઠે તેવા દ્રશ્યો સર્જાયા હતા મૃતકના પિતાના જણાવ્યા મુજબ તેને પાંચ દીકરીઓ અને એક દીકરો છે જેમાં કાજલ ધોરણ-૧૨માં અભ્યાસ કરી રહી હતી તેને સ્કુલના પ્રિન્સીપાલ સહિતના લોકો પણ આ બનાવથી હતપ્રત થઇ ગયા હતા તેમને પણ પત્ર લખી આ દીકરી ઉપર દુષ્કર્મ કરનાર અને હત્યા કરનાર હત્યારાઓને સખ્તમાં સખ્ત સજા થાય તેવી રજૂઆત અરવલ્લી જીલ્લાના એસ.પી.શ્રીને કરેલ હતી તેમજ રાજકોટ મનપાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા દ્વારા મુખ્યમંત્રીને કરાયેલ.

જેમાં તેઓએ જણાવેલ રજુઆતમાં આ દલિત પરિવારને રહેવા માટે તૂટેલું મકાન છે જેમાં રહી શકાય તેમ નથી તો તાત્કાલિક ધોરણે એક મકાન તેઓને રહેવા માટે ફાળવે તેમજ આ દીકરીને મોડાસા ખાતેથી અપહરણ કરી અપહરણકારો લઇ ગયા તેની પોલીસને તમામ વિગતો સીસીટીવી ફૂટેજમાં છે તેની ફરિયાદ કરવા માટે ત્રણ દિવસ સુધી ધક્કા ખાવા છતાં પોલીસ ઇન્સ્પેકટરે કોઈ ગુન્હો દાખલ કરેલ નહોતો ઉલટાનું કાજલ વિષે અભદ્ર શબ્દો બોલી પોલીસને ના શોભે તેવું વર્તન કાજલબેનના પરિવાર સાથે કર્યું હતું  અને 'તમારી દીકરી સલામત છે એક-બે દિવસમાં આવી જશે' તેમ કહેલ  જો પોલીસને ખબર હોય કે સહીસલામત છે તો આ દીકરીને શા માટે નરાધમોના હાથમાં રહેવા દીધી અપહરણ થયા બાદ કાજલના વાલી સતત પાંચ દિવસ સુધી (પોલીસ સ્ટેશને ઘક્કા ખાધા પરંતુ, પોલીસ ઇન્સ્પેકટર દ્વારા FIR દાખલ કરવામાં આવી નહિ અપહરણકરોના નામો સહીત વાલી રજૂઆત કરતા પરંતુ, પોલીસ આ અંતે પાંચમાં દિવસે કાજલની લાશ એક ઝાડ પર લટકતી જોવા મળી. અને પાસે કાજલના વાલીને દ્યાકદ્યમકી આપી પોલીસે તેની અંતિમ વિધિ કરાવેલ હતી ત્યારે આ દીકરી ઉપર જે નરાધમોએ દુષ્કર્મ કરેલ છે તે તમામની સામે સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ અને આ તપાસ CID- ક્રાઈમને સોંપી જેટલા ગુન્હેગારો હોય તે તમામને સજા થાય તેવી માંગણી સાથે વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે. સાથે પીડિત પરિવારની આ મુલાકાત સમયે વશરામભાઈ સાગઠીયા, નરેશભાઈ મારું, રામભાઈ સોલંકી, નિકુંજભાઈ રાઠોડ, DFO-સગપરીયા સાહેબ, સહિતના આગેવાનો ઉપસ્થિત હતા. પરિવારની આર્થિક પરિસ્થિતિ દયનીય જણાતા આર્થિક મદદ પણ કરેલ હતી તેવું અંતમાં વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું છે.

(3:41 pm IST)