Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

કાંગારૂઓ પૂરજોશમાં : કડકડતી ઠંડીમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોએ ખંઢેરી સ્ટેડિયમમાં નેટ પ્રેકટીસ કરી પરસેવો પાડ્યો

રાજકોટ : આવતીકાલે અત્રેના ખંઢેરી ખાતે આવેલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ડે એન્ડ નાઈટ વન-ડે ક્રિકેટ મેચ શ્રેણીનો બીજો વન-ડે મેચ રમાનાર છે ત્યારે રાજકોટ આવી પહોંચેલી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે આજે સવારે ખંઢેરી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેકટીસ કરી હતી. તે વખતની તસ્વીરમાં ઓસ્ટ્રેલિયન બોલર ઝેમ્પા, રીચર્ડસન, બેટ્સમેન સ્મિથ વગેરે બેટીંગ, બોલીંગ, ફીલ્ડીંગની નેટપ્રેકટીસ કરી હતી. તે દર્શાય છે. (તસ્વીરો : સંદિપ બગથરીયા)

(3:37 pm IST)