Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

મોટા મવા અને વાવડી પોલીસ ચોકીનું તથા અભ્યાસ ન કરી શકતાં બાળકો માટેના પ્રોજેકટનું ઉદ્દઘાટન કરતાં પોલીસ કમિશનર અગ્રવાલ

રાજકોટઃ શહેર તાલુકા પોલીસ સ્ટેશન હેઠળની મોટા મવા ચોકી અને વાવડી પોલીસ ચોકી તથા નર્ચરીંગ સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોજેકટનો ગઇકાલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના હસ્તે ઉદ્દઘાટના સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, પીઆઇ જે. વી. ધોળા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, કોર્પોરેટર તથા સરપંચો સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. મોટા મવા અને વાવડીમાં પોલીસ ચોકી શરૂ થતાં હવે આ વિસ્તારના લોકોને છેક પોલીસ સ્ટેશન સુધી ધક્કો ખાવા જવું પડશે નહિ. તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પર પણ નજર રહેશે. બે ચોકી શરૂ કરવા ઉપરાંત નર્ચરીંગ સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોજેકટનું ઉદ્દઘાટન પણ થયું હતું. જેમાં આ પ્રોજેકટના મિનલબા જાડેજા તથા તેમની ટીમે હાજર રહી ગરીબ વર્ગના બાળકો કે જે અભ્યાસ કરી શકતાં નથી તેમને ભણાવવા માટેની સમજ આપી હતી. તેમજ ૩૫ બાળકોને અભ્યાસની કિટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે બાળકો સાથે વાલીઓ પણ હાજર રહ્યા હતાં. તેમને પોલીસ કમિશનરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું. જેને બાકી હોય તેવા બાળકોને પોલીયોના ટીપા પણ અપાયા હતાં. તેમ પી.આઇ. જે. વી. ધોળાએ જણાવ્યું હતું.

(1:20 pm IST)