Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

કોંગ્રેસની જાન લીલા તોરણે પાછી ફરીઃ ભા.જ.પે ઢોલ-નગારા-ફટાકડા ફોડી મીઠાઇઓ વહેંચી

રાજકોટ : વોર્ડ નં. ૧૩માં રાજકોટ મહાનગરપાલિકાની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર નીતિન રામાણીએ ઉમેદવારી નોંધાવેલ છે અને ભાજપ અગ્રણીઓ દ્વારા વિસ્તારમાં લોકસંપર્ક અને પ્રચારકાર્યનો ભવ્ય આરંભ થઇ ગયો છેત્યારે આજે કોંગ્રેસના વોર્ડ નં. ૧૩ના સત્તાવાર ઉમેદવાર નરશીભાઇ પટોળીયાએ તેમના સમર્થકો-ટેકેદારો સાથે ભાજપ પ્રવેશ કરી કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, મોહનભાઇ કુંડારીયા, ગોવિંદભાઇ પટેલ, અંજલીબેન રૂપાણી, બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા, મહામંત્રી દેવાંગ માંકડ, પ્રફુલભાઇ કાથરોટીયા, વિક્રમ પૂજારા, દિવ્યરાજસિંહ ગોહિલ, અનીલભાઇ પારેખ, હરેશ જોષી, હસુભાઇ ચોવટીયા, યોગેશ ભુવા, સુરેન્દ્રસિંહ વાળા, વિજયસિંહ વાળા, વોર્ડ નં. ૧૩ના ઉમેદવાર નિતીન રામાણી સહિતના ભાજપ અગ્રણીઓ નરશીભાઇ પટોળીયાને ભારતીય જનતા પાર્ટમાં આવકાર્યા હતા. આ તકે વોર્ડ નં. ૧૩ના પ્રભારી રાજુભાઇ બોરીચા, પ્રમુખ હસુભાઇ ચોવટીયા, મહામંત્રી યોગેશ ભુવા, કોર્પોરેટર જયાબેન ડાંગર, પ્રદીપ ડવ, દીનેશભાઇ ટોળીયા, અશ્વિન પાંભર, કાન્તીભાઇ ઘેટીયા, હરીભાઇ ડાંગર, પ્રફુલભાઇ મારડીયા, ભવાનભાઇ શીંગાળા, પ્રવીણ રાઠોડ, રણજીતસિંહ પરમાર, નરેન્દ્રસિંહ ઝાલા, દીવ્યેશ પીપળીયા, ધીરૂભાઇ તળાવીયા, સુખદેવસિંહ વાળા, વજુભાઇ લુણાસીયા, નાગજીભાઇ ગોલતર, ફીરોજ ડેલા, નારણભાઇ બોળીયા, કેતન વાછાણી, ઘનશ્યામભાઇ રૈયાણી, રમેશ વેકરીયા, ધમેન્દ્ર ડાંગર, વાલાભાઇ બોરીચા, દીનેશ બગડા, મનુભાઇ મકવાણા, પ્રવીણ ચૌહાણ, વીજય ટોળીયા, રસીકભાઇ સાવલીયા, ભરત બોરીચા, રમેશ બાલાસરા, શેૈલેષ ડાંગર, ઇસાભાઇ ભૈયા, અશ્વિન જલુ, જય બોરીચા, નીરવ રાયચુરા, વિશાલ પરમાર, જીજ્ઞેશ કરગથરા, સંજય વાઘેલા (એલઆઇસી), કુલદીપ અંબાસણા, સંદીપ અંબાસણા, ગોવીંદભાઇ ટોયટા, શિલ્પાબેન ચૌહાણ, જીજ્ઞાબેન વ્યાસ, કુસુમબેન, મંગળાબેન સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:09 pm IST)