Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

કોંગ્રેસના ઉમેદવારનું ભાજપે ધમકાવી અને અપહરણ કરી ફોર્મ પાછુ ખેંચાવ્યુઃ શહેર પ્રમુખનો આક્ષેપ

વોર્ડ નં.૧૩ની પેટાચૂંટણીના સત્તાવાર ઉમેદવાર નરશીભાઇ પટોરીયાને શોધવા પોલીસ કમિશ્નરને રજૂઆત બાદ કચેરીમાં જ કોંગ્રેસના ધરણા

રાજકોટ, તા., ૧૬: અહિંના વોર્ડ નં.૧૩માં યોજાનાર પેટાચૂંટણીનાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નરશીભાઈ પટોરીયાએ આજે તેઓનંુ ફોર્મ પાછું ખેંચી ભાજપમાં પ્રવેશ કરતા શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂતે તેઓના ઉમેદવારનું ભાજપે ધાક ધમકી આપી અને અપહરણ કરી લીધાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ કર્યો છે.

આ અંગે શ્રી રાજપૂતે ''અકિલા''ને જણાવ્યું હતું કે શાસક પક્ષ ભાજપ હાર ભાળી જતાં તેઓએ શિક્ષક એવા સીધા સાદા ઉમેદવારને ડરાવી-ધમકાવી અને તેનું અપહરણ કરી બળજબરીથી ફોર્મ પાછું ખેંચાવ્યુ હતું અને લોકશાહીના તમામ મૂલ્યોને નેવે મૂકી આ કૃત્ય કર્યુ છે ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નરને કોંગ્રેસના ઉમેદવાર નરશીભાઇ પટોરીયાને શોધી અને કોંગ્રેસને સોંપવા ઉગ્ર રજૂઆતો કરશે.

(4:08 pm IST)