Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

પદયાત્રા બને જીવનયાત્રાઃ પાલીતાણાના મણારથી મનસુખ માંડવીયાની યાત્રાનો પ્રારંભ

રાજકોટઃ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયાએ આજથી ૭ દિવસ માટે પાલીતાણાના મણાર ગામથી પદયાત્રાનો પ્રારંભ કર્યો છે. ગાંધીજીના વિચારોનો ફેલાવો કરવાનો તેમનો ઉદેશ્ય છે. સવારે પ્રસ્થાન સભામાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉપસ્થિત રહી શ્રી માંડવીયાને સરકારવતી અભિનંદન આપ્યા હતા. બપોરે બે વાગ્યે ત્રાપજમાં સભા થશે. જેમાં સત્ય વિશે ડો.ભદ્રાયુ વછરાજાની વકતવ્ય આપશે. સાંજે પ વાગ્યે બેલા ગામમાં કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમ રૂપાલા 'જાત મહેનત' વિશે પ્રવચન આપશે. કાલે સવારે ૧૦ વાગ્યે દિયોદરમાં સર્વધર્મ સમભાવ સભાને મોરારીબાપુ સંબોધશે. યાત્રા ૭ દિવસમાં ૧પ૦ કી.મી. અંતર કાપશે. તા.રર મીએ સવારે ૧૦ વાગ્યે લોકભારતી સણોસરામાં સમાપન થશે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરશે.

(4:02 pm IST)