Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ટી મર્ચન્ટસ એસો. દ્વારા પાંજરાપોળને રૂ. ૨૫૧૦૦૦નું અનુદાન

રાજકોટઃ પૂણ્ય પર્વના દિવસોમાં રાજકોટ ટી મર્ચન્ટસ એસોસીએશનના પ્રમુખ તથા કારોબારી સભ્યો સાથે પાંજરાપોળની મુલાકાત લઈ રૂ. ૨૫૧૦૦૦ (બે લાખ એકાવન હજાર) અર્પણ કરેલ હતા. સાથે ગુજરાત ટી ટ્રેડર્સ એસો.ના પ્રમુખ દિનેશભાઈ કારીયા, રાજકોટ ટી એસો.ના હેમલભાઈ સંઘવી, જીતુભાઈ ચાવાળા, અરવિંદભાઈ બરછા, બૈજુભાઈ રૂપારેલીયા, ભરતભાઈ સોમૈયા, સુરેશભાઈ સંઘવી વગેરે સાથે જોડાયા હતા. પાંજરાપોળના ટ્રસ્ટી પંકજભાઈ કોઠારી, રૂપાણીભાઈ, દીલીપભાઈ વસા વગેરેએ સ્વાગત કરી ચેક સ્વીકારેલ. આભાર દર્શન પંકજભાઈ કોઠારીએ કરેલ.

(4:02 pm IST)