Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

આ છે સ્માર્ટ સીટી રાજકોટ ! ભરશિયાળે પાણી માટે સાર્વજનિક ટાંકી પાસે બેડાના ખડકલા

ઉપરોકત તસ્વીર કોઇ અંતરિયાળ ગામની નથી પણ શાસકો જેને સ્માર્ટ સીટી ગણાવી રહ્યા છે તે રાજકોટ શહેરની છે. લક્ષ્મીનગરમાં ગાડીના પાટા નજીક કાચા મકાનોમાં પશુપાલકો રહે છે. નજીકમાં જ આવેલી પાણીની સાર્વજનિક ટાંકી તેમના માટે આધાર છે. ટાંકીના નળમાં પાણી આવતા પહેલા બેડાના ખડકલા થઇ જાય છે. નસીબમાં હોય તેટલું પાણી મળે છે તેમાંથી પશુપાલક પરિવારોએ પીવા, વાપરવા અને પશુઓ માટે રોળવવાનું હોય છે. એક તરફ ડેમ ભરવાના દાવા બીજી તરફ બેડા પણ ભરાતા નથી. શાસકો સામે જોઇએ કે નહિ?

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(4:00 pm IST)