Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

સરદાર પટેલ ઉદ્યાનમાં શહેરની ૧૫મી લાફીંગ કલબનો પ્રારંભ

રાજકોટ તા.૧૬ : સરદાર વલ્લભભાઇ પટેલ ઉદ્યાનમાં નાનામૌવા રોડ મારવાડી બિલ્ડીંગ પાછળ લાફીંગ કલબોના કન્વીનરો પ્રતાપભાઇ જાની, મનીષભાઇ મહેતા, હરેશભાઇ વેકરીયા તથા લાફીંગ કલબોના ભાઇઓ બહેનોની ઉપસ્થિતિમાં રાજકોટની પંદરમી લાફીંગ કલબ સરદાર વલ્લભભાઇ પટેલ ઉદ્યાન લાફીંગ કલબનો પ્રારંભ કરાયેલ.કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ડીસ્ટ્રીકટ લાફીંગ કલબ કો.ઓર્ડીનેશન કમીટીના જનરલ સેક્રેટરી અરવિંદ વોરાએ દિપ પ્રાગટય કરી નવી કલબનો પ્રારંભ કર્યો અને ત્યારબાદ પ્રાસંગિક પ્રવચનમાં  જણાવ્યું કે હાસ્ય થેરાપીની કસરત વૈજ્ઞાનીક રીતે બેસ્ટ ગણાય છે. કારણ કે હાસ્ય પ્રાણાયામ અને હોલ બોડી કસરતમાં એરોબીક સાંધા અને સ્નાયુ મળીને ત્રણ વિભાગમાં કસરત થાય છે. ૪૦ મીનીટમાં દરેક ઉંમરના વ્યકિતઓ આ કસરત કરી શકે છે.કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ સરદાર વલ્લભભાઇ પટેલ ઉદ્યાન લાફીંગ કલબના કન્વીનર અંબાલાલભાઇ રાદડીયાએ કરેલ.

(3:48 pm IST)