Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

નૃત્ય નાટિકા 'યશોધરા'નો રવિવારે પમો પ્રયોગ

'શ્રીરંજની આર્ટસ' દ્વારા રજૂઆતઃ ભગવાન બુધ્ધ અને યશોધરાજીના જીવન પ્રસંગો જીવંત કરાશે

રાજકોટ, તા.૧૬: યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી રાજકોટ શહેર અંતર્ગત, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નૃત્ય - નાટયના વૈવિદ્ય સભર કાર્યક્રમો રજૂ કરનાર 'શ્રીરંજની આર્ટસ'ના ૨૨ જેટલા કલાકારો દ્વારા ભગવાન બુદ્વ અને યશોધરા દેવીના જીવન પર આધારિત નૃત્ય નાટિકા 'યશોધરા' તા.૨૦ના રવિવારે  સાંજે ૪ વાગ્યે હેમુ ગઢવી નાટયગૃહ, (મુખ્ય) ટાગોર રોડ, રાજકોટ ખાતે રજુ થશે. શ્રીમતિ બીનાબેન આચાર્ય મેયરશ્રી, ગોવિંદભાઇ પટેલ ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્ય મધુ રાય સાહિત્ય સર્જક, નાટયકાર) કનૈયાલાલ ભટ્ટ કવિ, લેખક, ધર્મિષ્ઠાબેન થોરિયા રેલ્વે ચિફ વેલફેર ઇન્સ્પેકટર અને કલારસિક દર્શકો ઉપસ્થિત રહેશે.

આ નૃત્ય નાટિકામાં સુનિલભાઇ ઓઝા, જાગૃતિ દવે, ગૌતમ દવે, અને અટલ શર્મા જેવા કલાકારોએ સ્વર આપ્યો છે. રેકોર્ડીસ્ટ-કિશોર ભટ્ટ, સંગીત - માલા પંકજ ભટ્ટ અને પ્રકાશ ભટ્ટ અને પ્રકાશ આયોજન વિમલ નિમ્બાર્કનું છે, જયારે મંચ સજજા અશોક લુંગાતર સંભાળશે. ગૌતમ દવે, જુગ્તા દવે, જયકિશન લુદાત્રા, જયદિપ લુદાત્રા, ફોરમ ભિંડોરા, ધ્વનિ ત્રિવેદી, લોચન પારેખ, ભાવિન સોની, નુપૂર વાજપેઇ, અવેશ ખેતાણી, વંશિકા ગોકાણી, રાજ રાઠોડ, હિર ભિંડોરા, હેત્વી લીંબડીયા, પરિ મહેતા, પરિ પાટડિયા, રમિઝ સાલાણી, ભરત પરમાર, દેવ ચોકસી, શુભમ ભટ્ટ અને નિપા દવે જેવા ૨૨ જેટલા કલાકારો ગીત, સંગીત, નૃત્ય અને અભિનયથી દર્શકોને બુદ્વના સમયમાં લઇ જશે.

ઉલ્લેખનિય છે કે 'ગુજરાત રાજય સંગીત નાટક એકાદમી' માં પસંદગી પામીને આ નૃત્ય નાટિકાના અગાઉ રાજકોટ, સોમનાથ, વલ્લભ વિદ્યા નગર જેવા વિવિધ શહેરોમાં ચાર સફળ પ્રયોગ થઇ ચૂકયા છે, રાજકોટમાં આ નાટિકાના બે પ્રયોગ થયા છે, રાજકોટની કલા રસિક પ્રેક્ષકોના આગ્રહને માન આપી ફરી આ નાટિકાનો પાંચમો પ્રયોગ થવા જઇ રહ્યો છે.

ધર્મેન્દ્ર પંડયા નિર્મિત અને નીપા દવે લિખિત દિગ્દર્શિત 'યશોધરા' જોવા ઇચ્છુક દર્શકોએ શુક્રવાર તા.૧૮ સુધીમાં બાલભવન રાજકોટ ખાતે પથી૭ દરમ્યાન 'ધર્મેન્દ્ર પંડયા' પાસેથી ફ્રી પાસ મેળવી લેવા જણાવાયું છે.

(3:47 pm IST)