Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

રઘુવંશી પરિવાર દ્વારા સાંજે દાંડીયા રાસ

હનુમાન ચાલીસા પાઠ, વકતૃત્વ સ્પર્ધા, ટેલેન્ટ શો, શિયાળુ પાક સ્પર્ધાઓ સંપન્ન : રાત્રે રાસોત્સવ માંણવા રઘુવંશી બહેનોને ઇજન

રાજકોટ તા. ૧૬ : રઘુવંશી નાત જમણને લઇને રઘુવંશી પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમોના આયોજનો થઇ રહ્યા છે. જેના ભાગરૂપે આજે સાંજે બહેનો બાળકો માટે દાંડીયા રાસનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા રઘુવંશી પરિવારના બહેનોએ જણાવેલ કે મહોત્સવ સમિતિના મધ્યસ્થ કાર્યાલય જાગનાથ મંદિર ચોક ખાતે આજે તા. ૧૬ ના બુધવારે સાંજે ૬ વાગ્યાથી રઘુવંશી બહેનો અને બાળકો માટે ટ્રેડીશ્નલ ડ્રેસમાં દાંડીયા રાસનું આયોજન કરાયુ છે. રઘુવંશી બહેનોએ સહપરિવાર પધારવા જાહેર અનુરોધ છે. કાર્યક્રમ પુરો થયેલ પ્રસાદની વ્યવસ્થા પણ કરાઇ છે.

દરમિયાન આ પુર્વે હનુમાન ચાલીસા પાઠ અને રામધુન રાખેલ. હતી. બાળકો માટે વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેના વિજેતાઓ પ્રિયા શીંગાળા, સોહમ ચંદારાણા, મૈત્રી જીમુલીયા તેમજ બહેનોની વકતૃત્વમાં માધવીબેન સુચક, માધુરીબેન કોટેચા, મૃદુલાબેન હરખાણી વિજેતા જાહેર થયા હતા.

ટેલેન્ટ શો માં દીપ રાયઠઠ્ઠા, ઋત્વી નથવાણી, વંશિકા જોબનપુત્રરા, મેચીંગ કાઉન્ટીંગમાં નેહાબેન હિન્ડોચા, રશ્મિબેન પજવાણી, નેહાબેન બુધ્ધદેવ વિજેતા બનેલ. સાથોસાથ શિયાળુ પાક સ્પર્ધા પણ રાખવમાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં રઘુવંશી બહેનોએ ભાગ લીધો હતો.

સમગ્ર કાર્યક્રમોમાં મહેમાન તરીકે વીણાબેન પાંધી, હંસાબેન ગણાત્રા, જસુમતીબેન વસાણી, મીનાબેન પારેખ, પીનાબેન કોટક ઉપસ્થિત રહેલ. નિર્ણાયક તરીકે સ્મિતાબેન છગ અને રીટાબેને સેવા આપી હતી.

કાર્યક્રમ માટે કમીટી સભ્યો ચેરમેન મનીષાબેન ભગદેવ, રત્નાબેન સેજપાલ, તરૂલતાબેન ચંદારાણા, વાઇસ ચેરમેન શીતલબેન બુધ્ધદેવ, પ્રમુખ પ્રીતીબેન પાંઉ, ઉપપ્રમુખ શોભનાબેન બાટવીયા, મંત્રી કિરણબેન કેશરીયા, ખજાનચી જાગૃતિબેન ખીમાણી, કારોબારી સભ્યો રીમાબેન મણીયાર, શીતલબેન નથવાણી, અમીબેન સેદાણી, હિરલબેન તન્ના, ઇલાબેન પંચમીયા, તૃપ્તીબેન નથવાણી, સુનીતાબેન ભાયાણી, ડોલીબેન નથવાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. તસ્વીરમાં 'અકિલા' ખાતે કાર્યક્રમોની વિગતો વર્ણવતા સમીતીના બહેનો નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:47 pm IST)