Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ભંડેરી-ભારદ્વાજ-મીરાણી અને વાળાએ ઇતિહાસ સર્જયો

રાજકોટઃ આગામી તા.૭મીએ વોર્ડ નં.૧૩ની પેટા ચૂંટણી યોજાનાર છે તે પૂર્વે કોંગ્રેસના સતાવાર ઉમેદવાર નરશીભાઇ પટોરિયાને તેનુ ફોર્મ પાછુ ખેંચાવીને તેનો ભાજપમાં પ્રવેશ કરાવી અને મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ અગ્રણઈ ત્થા સિનિયર કોર્પોરેટર નીતીન ભારદ્વાજ અને શહેર પ્રમુખ કમલેશ મીરાણઈ ત્થા વોર્ડ નં.૧૩ના સ્થાનિક આગેવાન વિજયસિંહ વાળા (ન્યુ.સહીયર)એ જબરૂ ઓપરેશન પાર પાડેડ છે આ અંગે શ્રી ભંડેરી, ભારદ્વાજ, મીરાણી ત્થા વિજયસિંહ વાળાએ જણાવ્યુ હતુ કે છેલ્લા ચાર દિવસથી નરશીભાઇના ભાજપ પ્રવેશ અને ઉમેદવારી પત્ર પાછુ ખેંચવા બાબતે કવાયત હાથ ધરાઇ હતી. પ્રદેશ હાઇકમાન્ડ ત્થા ગાંધીનગર ખાતે પણ બેઠકો યોજી અને નરશીભાઇ પટોરિયાની ભાજપ પ્રત્યેની લાગણીને માન આપી તેઓનો ભાજપમાં પ્રવેશ કરાવાયો હતો. નોંધનિય છે કે ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી અગાઉ શિક્ષક હતા અને નરશીભાઇ પણ શિક્ષક છે એ હીલાબે બંને વચ્ચે જુની ઓળખાણ પણ છે આથી આ ઇતિહાસ સર્જવાનું વધુ સરળ બન્યુ હતું.

(3:45 pm IST)