Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

મકરસંક્રાંતિના દિવસોમાં એનીમલ હેલ્પલાઇનનો કંટ્રોલરૂમ ધમધમ્યોઃ પ૦૪ પક્ષીઓની સારવાર

રાજકોટઃ મકરસંક્રાંતીએ પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન દ્વારા રાજકોટના ત્રિકોણબાગ ચોક, પેડક રોડ, આત્મીય કોલેજ પાસે, કાલાવડ રોડ, કિશાનપરા ચોક, માધાપર ચોકડી પાસે તથા સંસ્થાની કાયમી- નિઃશુલ્ક એનીમલ હેલ્પલાઇન વેટરનરી હોસ્પિટલ (જુની શ્રીજી ગૌશાળા, તુલીપ પાર્ટી પ્લોટ પાછળ, હોટલ ક્રિષ્નાપાર્કવાળો સર્વિસ રોડ, ગોંડલ રોડ, વાવડી ખાતે એમ કુલ ૬ વિશેષ કંટ્રોલરૂમ સવારે ૯ થી રાત્રીના ૯ સુધી શરૂ કરાયા હતા. જેમાં ડો.અરવિંદ ગડારા તેમજ આણંદના વેટરનરી ડોકટર્સ ડો.ધારા ઢસા, ડો.મણવર, ડો.રાજીવ રંજન સીન્હા, ડો.જૈમિન ગોસાઇ, ડો.ચેતન પટેલ, ડો.નિરવ પટેલ, ડો.જય ડાભી, ડો.જયદીપ કટારા, ડો.આફતાબ હુસેન શેઠ સહિતના ૩૦ ડોકટરો, ૪૦ પેરામેડીકલ તબીબી સ્ટાફ, ૧૦૦ કાર્યકર્તાઓએ ખડેપટે સેવા આપી રહ્યા છે. સમગ્ર વ્યવસ્થા અંગે આણંદ વેટરનરી કોલેજનો વિશેષ સહયોગ મળી રહ્યો છે. આ કેમ્પનો આર્થિક સહકાર પંચવટી શ્વેતાંમ્બર મૂર્તિપૂજક જૈન તપોગચ્છ સંઘનો મળ્યો છે. ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં રાજયવ્યાપી ચાલતા કરૂણા અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તા, અધિક કલેકટર પી.બી.પંડયા, ગુજરાત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સભ્ય મિતલ ખેતાણી તથા સાથી ટીમ, સીએફઓ એ.સી.પટેલ, ડીએફઓ એમ. એમ.મુની, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી SPCA ના ચંદ્રકાંતભાઇ શેઠ, પ્રતિક સંઘાણી, જયેશ ઉપાધ્યાય, રાજકોટ મહાનગરપાલીકા, વન વિભાગ, પશુ-પાલન વિભાગના ડો.વઘાસીયા, જિલ્લા વહિવટી તંત્ર, પોલીસ તંત્ર આરોગ્ય વિભાગ તથા છેલ્લા ૧પ વર્ષથી રાજકોટ શહેરના ઘવાયેલા અબોલ જીવોની નિઃશુલ્ક સારવાર કરતી અને મુખ્યમંત્રી દ્વારા સન્માનીત જીવદયા સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇન દ્વારા 'પક્ષી બચાવ અભિયાન' અંતર્ગત તા.૧૪ અને તા.૧પ જાન્યુઆરી સવાર સુધીમાં ૪૬૨ કબૂતર, ૨૨ હોલા, પ ચકલી તેમજ જંગલખાતાના અધિકારો-ડોકટરો દ્વારા પ જેટલા વાઇલ્ડ લાઇફ બર્ડસ વિગેરે કુલ મળીને ૫૦૪ જેટલા પક્ષીઓની નિઃશુલ્ક, સઘન ઓર્થોપેડીક સર્જરી સહીતની સારવાર કરાઇ હતી. બર્ડ કંટ્રોલ રૂમની મુલાકાત રાષ્ટ્રસંત પ.પૂ.નમ્રમુની મહારાજે લઇ ઘવાયેલા પક્ષીઓને માંગલીક સંભળાવ્યુ હતુ, સર્વે જીવદયા કાર્યકર્તાઓએ આર્શીવચન પાઠવ્યા હતાં. કરૂણા અભીયાનનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલાએ કર્યુ હતું. આ પ્રસંગે કમલેશભાઇ મીરાણી, ચંદ્રકાંતભાઇ શેઠ, મનીષ ભટ્ટ મનીષભાઇ રાડીયા, કેમ્પના દાતા પંચવટી શ્વેતાંમ્બર મૂર્તિપૂજક જૈન તપોગચ્છ સંઘના ટ્રસ્ટીમંડળના પ્રફુલભાઇ ધામી, પ્રફુલભાઇ દોશી, ભરતભાઇ શાહ, સુનીલભાઇ કોઠારી, સુનીલભાઇ શાહ, પરેશભાઇ દોશી, ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, વિક્રમભાઇ પુજારા, મયુરભાઇ શાહ, જીતુભાઇ વસા, સ્વ.નરોતમભાઇ પોપટ પરીવારના રાજુભાઇ પોપટ, સુરેશભાઇ કપાસી પરીવાર, કાશ્મીરાબેન અને બકુલભાઇ નથવાણી, યોગેશભાઇ પુજારા, નરેન્દ્રભાઇ નથવાણી પરીવાર, હરેશભાઇ શાહ, પંકજભાઇ કોઠારી, હોસ્પિટલ સેવા મંડળની સમગ્ર ટીમ, ડો.રશ્મીકાંત મોદી, અમીશભાઇ દેસાઇ, ડો.પ્રભુદાસભાઇ તન્ના અને શ્રીજી ગૌશાળા ટીમ, કેમ્પના દાતા પંચવટી શ્વેતાંમ્બર મૂર્તિપૂજક જૈન તપોગચ્છ સંઘના ટ્રસ્ટીમંડળ, તુષારભાઇ મહેતા, ધ્રુમીલભાઇ પારેખ, કમલેશભાઇ પારેખ, દિલેશભાઇ ભાયાણી, વિદીતી શ્રેયસ દોશી, સેતુરભાઇ દેસાઇ, દૌલતસિંહ ચૌહાણ, રાજુભાઇ કાનાબાર, નલીન તન્ના, આશીષ વોરા, પ્રકાશભાઇ અને પારસભાઇ મોદી, જીવદયા ગૃપ, રમેશભાઇ દોમડીયા, યોગેશભાઇ પટેલ, મનોજભાઇ ડેલીવાળા, જગદીશભાઇ ભીમાણી, સલીમ તેજાણી, આનંદ અમૃતીયા, સમર્થ અને ગૌરવ કાનાબાર, ડો. ભાવેશ કાનાબાર, મિહીરભાઇ મણીયાર, વિનીતભાઇ વસા, એડવોકેટો જીજ્ઞેશ શાહ, એડવોકેટ કેતનભાઇ ગોસલીયા, રાજુભાઇ મહેતા, સુરેશભાઇ બાટવીયા, મનોજભાઇ અને શૈલેષભાઇ ચૌહાણ, જે.જે.પોપટ, અનીલભાઇ ખેતાણી, ડો.અરવિંદ કોટેચા, હાર્દિક અનુપમ દોશી, અરવિંદભાઇ જોબનપુત્રા, અમીત દેસાઇ, મહેશ મહેતા, હિમાંશુભાઇ ચીનોય, નિધીબેન જયભાઇ ચોટલીયા, વિનોદભાઇ પોપટ, ભરતભાઇ કાપડીયા, ઉપીનભાઇ તથા દિપકભાઇ ભીમાણી, યશ શાહ, સુનીલ દામાણી, તેજશ બાવીશી, મનોજ કલ્યાણી સહીતના અનેક શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન અંગે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઇ ઠકકર, ઘનશ્યામભાઇ ઠકકર, ધીરૂભાઇ કાનાબાર, એડવોકેટ કમલેશભઇ શાહ, વિષ્ણુભાઇ ભરાડ સહિતનાની ટીમે જહેમત ઉઠાવી હતી. રાજકોટમાં કયાંય પણ ઘવાયેલા પશુ-પક્ષીઓ જોવા મળે તો તેમની સ્થળ ઉપર, નિઃશુલ્ક સારવાર માટે એનીમલ હેલ્પલાઇનનો (મો.૯૮૯૮૦૧૯૦૫૯/ ૯૮૯૮૪૯૯૯૫૪) સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:43 pm IST)