Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

મોરબી રોડ રેલ્વેના પુલ પરથી કૂદકો મારી ૧૬ વર્ષની આશાએ જિંદગી ખતમ કરી

વેલનાથપરાની કોળી બાળા ઇમિટેશનનું કામ કરી પરિવારને મદદરૂપ થતી'તીઃ ઘર નજીક જ પગલું ભર્યુઃ આત્મહત્યાનું કારણ જાણવા પોલીસની મથામણ

રાજકોટ તા. ૧૬: મોરબી રોડ પર વેલનાથપરામં રહેતી આશા દુધાભાઇ સારેલા (ઉ.૧૬) નામની કોળી બાળાએ બપોરે પોતાના ઘર નજીક રેલ્વેના પુલ પરથી કૂદકો મારી લેતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરતાં પીએસઆઇ આર. એસ. સાકરીયા અને અશ્વિનભાઇએ ઘટના સ્થળે તથા હોસ્પિટલે પહોંચી તપાસ હાથ ધરી છે. આપઘાત કરનાર આશા ત્રણ બહેન અને એક ભાઇમાં વચેટ હતી. તેના પિતા છૂટક મજૂરી કરે છે. આશા પોતે પણ પરિવારને મદદરૂપ થવા ઇમિટેશનનું કામ કરતી હતી. બપોરે તે ઘરેથી નીકળી ગઇ હતી અને પુલ પરથી કૂદી ગઇ હતી. લોકો ભેગા થતાં પરિવારજનોને જાણ થઇ હતી. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. (૧૪.૧૬)

(3:41 pm IST)